loader

Breaking News


Home > Gujarat > ગુજરાત બન્યું રાજનીતિનું શિકાર, રાજ્યની પ્રજાને બિનગુજરાતીઓથી નથી કોઇ વાંધો


Foto

ગુજરાત બન્યું રાજનીતિનું શિકાર, રાજ્યની પ્રજાને બિનગુજરાતીઓથી નથી કોઇ વાંધો

Oct. 10, 2018, 1:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પરપ્રાંતિઓ પર હુમલાઓ વધી ગયા છે. જેમા ખાસ કરીને મહાસાણા, દહેગામ અને અમદાવાદમાં આ હુમલાઓ વધુ પ્રમાણમાં થયા હોવાનું સામે આવ્યુ છે, જેના કારણે પરપ્રાંતિઓ ગુજરાતમાંથી ભારે સંખ્યામાં પલાયન કરી રહ્યા છે. જો કે આ મામલે યુવા વર્ગને પૂછવામાં આવ્યુ તો તેમનું કહેવુ છે કે, ગુજરાતમાં તાજેતરમાં થઇ રહેલા પરપ્રાંતિઓ પરના હુમલા પાછળ ઉંડુ રાજનીતિનું ચક્ર છે. યુવા વર્ગનાં મતે ગુજરાતમાં રહેતા પરપ્રાંતિઓથી ગુજરાતીઓને કોઇ જ પ્રકારનો વાંધો નથી.



ગુજરાતમાં થઇ રહેલા આ હુમલાઓને ધ્યાને લઇને યુવા વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેટલું જ નહિ ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. તમને જણાવી દઇએ કે આવતા વર્ષે લોકસભાની ચુંટણી આવી રહી છે, જેને લઇને દેશની દરેક પાર્ટીઓ તૈયારીઓ કરી રહી છે. દેશમાં બનતો એક પણ બનાવ રાજનીતિ પાર્ટીઓ માટે વોટ બેંકને વધારવા માટેનું કારણ બની જાય છે. ત્યારે યુવા વર્ગ પણ આ રાજનીતિને જાણે સમજી ગયા છે તેમ બિનગુજરાતી ભાઇ-બહેનોને કહે છે કે, ગુજરાતમાં અમે તમારી સાથે છીએ તેવો બુલંદ અવાજ કરી રહ્યા છે. યુવા વર્ગનાં મતે ગુજરાતમાં રહેતા પરપ્રાંતિઓથી ગુજરાતીઓને ક્યારે પણ વાંધો રહ્યો નથી, આ એક માત્ર ને માત્ર રાજનીતિ સ્ટંટ છે. જેને હવે લોકો બરાબર સમજી ગયા છે.