loader

Breaking News


Home > Gujarat > ગુજરાત હાઇકોર્ટ દ્વારા બોરીજનાં દબાણકારોને ચેતવણી, 15 દિવસનું અપાયું અલ્ટિમેટમ


Foto

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બોરીજનાં દબાણકારોને ચેતવણી, 15 દિવસનું અપાયું અલ્ટિમેટમ

May 12, 2018, 12:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : મુખ્યમંત્રી નિવાસ સ્થાનની નજીકમાં જ ગેરકાયદેસર પ્લોટ પાડીને ભૂમાફિયાઓ દ્વારા વેચાયેલ તેમજ તેની ઉપર બનાવેલ પાકા બાંધકામ કરી દબાણ કરનારાઓને ઘરવખરી ખસેડવા ૨૦ દિવસની મહેતલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાઈ છે.



પ્રાપ્ત માહિતી અનુસાર બોરીજ ગામ સ્થિત તેમજ અક્ષરધામ નજીક આવેલાં રોડ ઉપરનાં દબાણો ગેરકાયદેસર હોવાનું જણાવી સરકારી જમીન હોઈ તેના ઉપર કોઈ દબાણ ચલાવાય લેવાશે નહીં તેવો સ્પષ્ટ હુકમ કરી નામદાર ગુજરાત હાઈકોર્ટે ૩૧મી તારીખ સુધીમાં ઘરવખરી હટાવી લેવા મુદ્દત સાથે જમીન ખાલી કરવાનો હુકમ કરી દીધો છે. આથી બોરીજનાં દબાણકારોને ગુજરાત હાઈકોર્ટ દ્વારા લપડાક મારી દેવાઈ છે. જેથી ૩૧મી તારીખે બુલડોઝર ફેરવી દેવામાં આવશે. ગાંધીનગર પાટનગરમાં ચર્ચાનો વિષય બની ચુકેલા મંત્રી નિવાસની બાજુમાં આવેલ બોરીજ ગામની અને જ માર્ગ પરની કરોડોની કિંમતની જમીનનાં બારોબાર વહીવટ સ્થાનિક કલેક્ટર ઓફિસનાં જે તે વખતનાં નાયબ મામલતદાર તેમજ જમીન ફાળવણી શાખઆના બીજા બે વ્યક્તિઓ સાથે બોરીજ ગામના કહેવાતા સમાજ સેવકોએ એકબીજાનાં મેળાપીપણામાં ઊભા કરાયેલ રહેણાંક પ્ટ બનાવેલ અનાધિકૃત દબાણ હટાવવાનો પરવાનો હવે સરકારી તંત્રને હાઈકોર્ટ દ્વારા અપાતાં તંત્ર ૩૧મી પછી બુલડોઝર ફેરવી નાંખશે.