loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં IPS ઓફિસરનું દુષ્કૃત્ય, મહિલા IPS ઓફિસર સાથે કર્યા અડપલાં


Foto

ગુજરાતનાં IPS ઓફિસરનું દુષ્કૃત્ય, મહિલા IPS ઓફિસર સાથે કર્યા અડપલાં

June 6, 2018, 5:35 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા આઇપીઅએસ અધિકારીએ અન્ય રાજ્યની એક આઈપીએસ અધિકારી સાથે દારુના નશામાં પોતાનાં હોદ્દાનું ભાન ભુલતાં મહિલાં ઓફીસરનાં નિતંબે ચુંટ્લો ખણી લીધો હતો. આ ઘટના હૈદરાબાદ સ્થિત સરદાર પટેલ નેશનલ પોલિસ અએકેડ્મીમાં બની હતી. જ્યાં તે આઇપીએસ અધિકારીનો જન્મદિન હોવાથી દારુના નશામાં ચકનાચૂર થઈને આવું ક્રૂત્ય કરતાં ચકચાર મચી ગઈ જો કે ત્યારબાદ સીનીયર આઇપીઅએસ અદિકારીઓએ વચ્ચે પડીને સમધાન કરતાં મમલો થાળે પડ્યો છે. પણ હવે મહિલા અધિકારીએ ફરીયાદ કરવાં માટે કાનૂની સલાહ લઈ રહયાં છે. આ ઘટનાં બાદ હાલમાં તો એ આઇપીએસ અધિકારીનો પસીનો છુટી ગયો છે. સૂત્રોનાં માટે મુજબ આ ઘટનાં આશરે 10 દિવસ પહેલાં બની હતી જેમાં પોલીસ અધિકારી તેમનાં જન્મદિનની ઉજવણી દરમ્યાન દારૂનાં નશામાં "બેબીકો બેસ પસંદ હૈ" ગીત ઉપર થનકી રહ્યાં હતાં એટલામાં જ આ મહિલા અધિકારી ત્યાં પસાર થતાં ગુજરાત કેદારનાં આ અધિકારીએ નશામાં ભાન ભૂલતાં તેમનાં નિતંબ ઉપર ચૂંટલો ભર્યો હતો. ત્યારબાદ મહિલા અધિકારીએ પોતાનું રૌંદ્ર સ્વરૂપ બતાવતાં ત્યાં હાજર I.P.S.અધિકારિનો બધોય નશો ઉતરી ગયો હતો. તેમને અંદાજ નહોતો કે તેઓ શું કરી બેઠ બીજા આઇપીએસ અધિકારીઓ ત્યાં આવી પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં એક ટ્રેનિંગ લઇ રહેલાં અધિકારીએ જણાવ્યું હતું કે "અમારે સમાધાન કરાવતાં આશરે ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો ".

જોકે હજી સુધી મહિલા અધિકા રી દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરાઈ નથી.પરંતુ આ મામલે વિવિધ પગલાં ભરવાં કાયદાકીય સલાહ લઇ રહ્યાં છે. 10 દિવસ જૂની આ ઘટનામાં આવું ક્રુત્ય આચરનાર અધિકારી સાથે માફી પણ મંગાવી ચૂક્યાં છે પરંતુ મહિલા અધિકારી માફ કરવાનાં મૂડમાં હોય તેમ જણાતું નથી. હાલમાંપણ મામલો ખુબ ગરમ છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતનાં સિનિયર આઈ.પી. એસ.એ આ ઘટના ગતિ હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું કે હાલમાં તો અધિકારી ટ્રેનિંગ માંથી પરત આવ્યાં નથી આવશે ત્યારે શિસ્ત ભંગ નાં પગલાં કમિટી દ્વારા લેવાશે તેમ જણાવ્યું હતું.