loader

Breaking News


Home > Gujarat > ગુજરાત વાલી મહાસભા દ્વારા ખાનગી શાળામાં વધી રહેલી ફી મુદ્દે ગુજરાત બંધનું આહવાન


Foto

ગુજરાત વાલી મહાસભા દ્વારા ખાનગી શાળામાં વધી રહેલી ફી મુદ્દે ગુજરાત બંધનું આહવાન

March 5, 2018, 5:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળામાં ફી વધારા મુદ્દે વાલીઓ લડત આપી રહ્યા છે. દેશમાં જ્યા વિકાસની વાત કરવામાં આવતી હોય ત્યા શિક્ષણ પર બાળકોનાં માં-બાપ પર ફી વધારાની ચિંતા ભવિષ્યમાં બાળકોને સારી શિક્ષાથી વંચિત કરી શકે તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. આ મુદ્દે હવે વાલીઓએ પાછીપાની ન કરતા સરકાર પર દબાવ મુકવાનું શરૂ કરી દીધુ છે. તે સંદર્ભે વાલી મહાસભાએ તા.09-03-2018નાં રોજ શુક્રવારે જાહેર બંધનું આહવાન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વાલી મહાસભાએ રાજ્યપાલને આવેદન આપીને બંધારણીય અધિકારોની માંગ પણ કરી હતી. જેમાં બંધારણની કલમ ૧૪ અને ૪૫ થી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત આપવામાં આવે અને ઉચ્ચ શિક્ષણની વ્યાજબી જોગવાઈઓ કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યમાં વસુલાતા કરવેરા અને વસ્તીને અનુલક્ષીને નવી સરકારી શાળાઓનું નિર્માણ કરવામાં આવે.વધુમાં મહાસભાએ વિધાનસભા વિખેરી નાંખવાની માંગ કરતા જણાવ્યું હતું કે બંધારણની કલમ ૧૪,૪૪,૪૫ થી રાજ્યમાં સમાનતાથી શિક્ષણ વ્યવસ્થા કરવાની ફરજ અને જવાબદારી રાજ્ય સરકારની છે તેથી ચાલુ સત્રમાં બંધારણનો ભંગ કરતો કાયદો નાબુદ નહિ આવે તો ગેરબંધારણીય સરકાર અને ભારતના સંવિધાનનો દ્રોહ કરનાર વિધાનસભા તરીકે વિધાનસભા બરખાસ્ત કરવાનો જાહેર હિતમાં અને બંધારણનાં રક્ષણ માટે આદેશ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.આમ હવે ફી વધારા મુદ્દે વાલીઓ સરકાર અને શિક્ષણ માફિયાઓ સામે લડી લેવાના મૂડમાં છે જેને અનુલક્ષીને ૯ માર્ચનાં રોજ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ વડગામના ધારાસભ્ય અને યુવા નેતા જીગ્નેશ મેવાણી પર આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને વાલી મહાસભાને ટેકો આપશે તેમજ શિક્ષણનાં નામે ઉઘાડેછોગ લુંટ ચલાવતી ધંધાદારી દુકાનો જેવી શિક્ષણ સસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે.