loader

Breaking News


Home > Gujarat > ગુજરાત દલિતો માટે સુરક્ષિત નથીઃ જીગ્નેશ મેવાણી


Foto

ગુજરાત દલિતો માટે સુરક્ષિત નથીઃ જીગ્નેશ મેવાણી

May 21, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં દલિતોની સ્થિતિને દર્શાવતો એક કિસ્સો ફરી સામે આવ્યો છે. ગુજરાતનાં રાજકોટ શહેરમાં આવેલી રાદડિયા ઇન્ડસ્ટ્રી નજીક એક 35 વર્ષનાં યુવાન મુકેશ વાણીયા અને તેના પત્નિને કચરો ફેંકવાની નજીવી બાબતે ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં યુવાનનું ઘટનાસ્થળ પર જ મૌત નિપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઘટનાનો વીડિયો શેયર કરતા જીગ્નેશ મેવાણીએ ટ્વીટ કરી જણાવ્યુ કે, ગુજરાતમાં દલિતો સુરક્ષિત નથી.



ગુજરાતમાં દલિતો પર થઇ રહેલા અત્યાચારોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજકોટ શહેરનાં શાપર ઇન્ડસ્ટ્રીમાં કચરો ફેંકવા જેવી બાબતે એક દલિત યુવાનને ઢોર માર મારતા તેનું ઘટનાસ્થળ પર જ મૌત નિપજ્યુ હતુ. રાજકોટની શાપર ઇન્ડસ્ટ્રીમાં આવેલી રાદડિયા ઇન્ડસ્ટ્રી નજીક કચરો ફેંકતા યુવાનને ઢોર માર મારતા તેનું મૌત થયુ તેટલું જ નહી પણ તેની પત્નિને પણ ઘણી બર્બરતાથી મારવામાં આવી હતી. સુત્રોનાં જણાવ્યાં અનુસાર યુવાનનાં દેહને પોસ્ટમોટ માટે મોકલવામાં આવ્યો છે અને તેની પત્નિને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા એકવાર ફરી ગુજરાતમાં દલિતોની સ્થિતિ કેવી તે સ્પષ્ટ દેખાઇ રહી છે. આ બાબતે જીગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરી દલિતોની સ્થિતિને બતાવી છે.

બેરહેમી પૂર્વક ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે. આ સમગ્ર ઘટના એક સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે યુવાનને એક વ્યક્તિ પાઇપથી મારી રહ્યો છે અને બીજી તરફ માર ખાઇ રહેલો દલિત યુવાન આજીજી કરી રહ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.