loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં દારૂબંધીને પડકારનાર અરજી હાઇકોર્ટમાં દાખલ, જાણો વિગત


Foto

ગુજરાતમાં દારૂબંધીને પડકારનાર અરજી હાઇકોર્ટમાં દાખલ, જાણો વિગત

Oct. 25, 2018, 11:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં દારૂબંધીને ગોપનીયતા ઉલ્લંઘન, જીવનનો અધિકાર તેમજ સમાનતાના સંવિધાન દ્વારા આપેલ અધિકાર વિરુદ્ધ ગણાવીને એક અરજી દાખલ કરવામાં આવી છે. હાઇકોર્ટમાં આગામી મંગળવારે તેની સુનાવણી થશે. આ પહેલા રાજ્ય સરકારને પોતાનો પક્ષ રાખવા માટે જણાવી દેવાયું છે. અરજીમાં જણાવાયું છે કે NRI તેમજ અન્ય રાજ્યોથી આવનારાં લોકોને દારૂની પરમીટ આપવામાં આવે છે તો રાજ્યનાં લોકોને પોતાનાં ઘરમાં બેસીને પીવાથી કઈ રીતે રોકી શકાય.

દારૂબંધીને પડકારનાર અરજી પર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આર.એસ રેડ્ડી અને ન્યાયાધીશ વી.એમ પંચોલીની ખંડપીઠ સુનાવણી કરશે. કોર્ટે અરજીકર્તાને પણ કહ્યું છે કે જયારે અન્ય રાજ્યો ગુજરાત મોડલ અપનાવી રહ્યા છે ત્યારે દારૂબંધી હટાવીને તે કેમ અન્ય રાજ્યોનું અનુસરણ કરવા માંગે છે. અરજીકર્તાએ જણાવ્યું છે કે એસઈજેડમાં સમૂહમાં દારૂ પીવાની છૂટ મળી શકે છે તો સામાન્ય માણસને પોતાના ઘરમાં બેસીને દારૂ પીવાની છૂટ કેમ નથી આપી શકાતી.