loader

Breaking News


Home > Gujarat > ગુજરાત પોલીસને બે વર્ષે રાજદ્રોહનો ગુનો યાદ આવ્યો, અલ્પેશ કથિરિયાની કરાઈ ધરપકડ


Foto

ગુજરાત પોલીસને બે વર્ષે રાજદ્રોહનો ગુનો યાદ આવ્યો, અલ્પેશ કથિરિયાની કરાઈ ધરપકડ

Aug. 19, 2018, 9:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : રાજ્યમાં ફરી એક વખત પાટીદાર અનામત આંદોલન તેજ બન્યું છે. ૨૫ ઓગસ્ટના રોજ હાર્દિક પટેલે આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી જોકે સરકારે નિકોલમાં ઉપવાસ માટે મેદાનની ફાળવણી કરી નહોતી જેના વિરોધમાં હાર્દિક પટેલ આજે નિકોલમાં ઉપવાસ પર બેસવાના હતા પરંતુ પોલીસે હાર્દિક પટેલઅને અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી લીધી હતી.

મળતી વિગતો મુજબ અલ્પેશ કથિરિયાની ધરપકડ રાજદ્રોહનાં ગુના હેઠળ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે બે વર્ષ પહેલાં આ ગુનો નોંધાયો હતો પરંતુ પોલીસે કિન્નાખોરી રાખીને આજના દિવસે જ અલ્પેશ કથિરિયાની ધરપકડ કરી હતી. અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે સરકાર ભીંસમાં મુકાઈ છે ત્યારે જ આ અંગે પોલીસને કાર્યવાહી કરવાની કેમ સુજી અને રાજદ્રોહ હેઠળ અલ્પેશ કથીરિયાની ધરપકડ શા માટે અત્યારે જ કરવામાં આવી તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે. પાટીદાર યુવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજના દિવસે પોલીસે અલ્પેશ કથિરિયાની ધરપકડ કરીને લોકશાહીની હત્યા કરી છે.