loader

Breaking News


Home > Gujarat > ગુજરાત બનશે નંદનવનઃ 36 નદીઓને 300 કરોડના ખર્ચે સરકાર રિચાર્જ કરશે.


Foto

ગુજરાત બનશે નંદનવનઃ 36 નદીઓને 300 કરોડના ખર્ચે સરકાર રિચાર્જ કરશે.

April 20, 2018, 11:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર,ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા નદી-કોતરના ઉપરવાસમાં કૃત્રિમ પદ્ધતિથી ભૂગર્ભ જળ રિચાર્જ કરી અને બારેમાસ નદીના વહેણ વહેતા રાખવા 31 જિલ્લાની 36 નદી-કોતરને પુન:જીવિત કરવાનું નક્કી કરાયું છે. દરેક જિલ્લામાંથી ઓછામાં ઓછી એક નદી આવે તેવો પ્રયાસ સરકાર દ્વારા કરાયો છે. આ માટે રૂ. 300 કરોડના બજેટથી 1 મેથી લઇને 15 જૂન સુધી કામગીરી કરાશે. કાંઠા વિસ્તારમાં જળસંચય થાય તેટલા માટે 50 લાખ વૃક્ષો રોપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નદીઓને પુન:જીવિત કરવા માટેનો નિર્ણય લેવાયો છે.

31 જિલ્લામાં 1લી મેથી 15 જૂન સુધી કામગીરી હાથ ધરાશે:

આ કામગીરી કમિશનર ગ્રામ વિકાસની કચેરી દ્વારા હાથ ધરાશે અને તેનું સીધું નિરીક્ષણ, જવાબદારી ગ્રામ વિકાસ કચેરીના કમિશનર મોના ખંધારની રહેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નદી બારેમાસ વહે તેવા પ્રયાસના ભાગરૂપે તેને પુન:જીવિત કરવાનું નક્કી કર્યું છે. આ માટે સઘન ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો જેવા કે નાળા બંડિગ, ચેકવોલ, ગેબિયન સ્ટ્રક્ચર, ગલી પ્લગ, જળ સંગ્રહ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જની કામગીરીઓ થશે. જેથી કરીને નદીનું પાણી જલદી વહી ન જાય અને નદીઓ બારેમાસ વહેતી રહે અને આસપાસના વિસ્તારમાં ભેજસંગ્રહ થાય તેટલા માટે નદી કિનારે 50 લાખ વૃક્ષો રોપાશે.

કયા જિલ્લામાં કઇ-કઈ નદી રહેશે:

અમદાવાદ જિલ્લામાં રોધા(ભોગવો નદી), અમરેલીમાં ઠેબી(શેત્રુંજી), આણંદ ભગાનો ધેરો કોતર(મહી નદી), અરવલ્લી ચારિયા ( વાંકડ નદી), બનાસકાંઠામાં ધામણી, ભરૂચ ટોકરી કોતર, ભાવનગરમાં ધરવાલી(રંગોલી), છોટાઉદેપુરમાં ઓલી આંબા કોતર(ઓરસંગ નદી), ડાંગ ઝરણિયા અને માયદેવીનું કોતર(પૂર્ણા નદી), દેવભૂમિ દ્વારકામાં વીંગડી અને ધૂના, દાહોદમાં વાંકડી, ગાંધીનગર ખારી(મેશ્વો નદી), ગીર સોમનાથમાં સમરપત (હિરણ નદી), જામનગર ભીલશ્વરી, કચ્છ ખરોડ, ખેડા વાત્રક અને મેશ્વો, મહેસાણા ધામણી, મહિસાગર ઝરમર(શેઢી નદી), મોરબી ફૂલકી, નર્મદા કૂકડા કોતર(કરજણ નદી),નવસારી કાવેરી, પંચમહાલમાં સુખી, પાટણમાં રૂપેણ, પોરબંદરમાં વલવાદર(કાલન્દી નદી),

રાજકોટમાં કોલપરી, સાબરકાંઠામાં માંગોલવડી...

રાજકોટમાં કોલપરી, સાબરકાંઠામાં માંગોલવડી(સાબરમતી નદી), સુરતમાં વેર, સુરેન્દ્રનગરમાં ગઢવી(સુખભાદર નદી), નફારત(ભોગવો નદી), તાપી ઝાંકરી, મિંઢોલા, વલસાડમાં ખોરિચી માલી (તન નદી), બોટાદમાં પરમેશ્વરયું નદીનો સમાવેશ થાય છે. વર્જન- રૂ. 300 કરોડના ખર્ચે, 31 જિલ્લાની 36 નદી-કોતરને પુન:જીવિત કરાશે : મોના ખંધાર, કમિશનર, ગ્રામ વિકાસ એજન્સી રાજ્યના 31 જિલ્લાની 36 નદી-કોતરને પુન:જીવિત કરવાનું કામ તા. 1 મેના આરંભાશે અને 15 જૂન સુધીમાં પૂરું કરાશે. આ માટે રૂ. 300 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને નદીઓ બારેમાસ ચાલે તે માટે તેને તેના ઉદ્દગમ સ્થાનથી જ પુન:જીવિત કરાશે. આ માટે નદી કાંઠે 50 લાખ વૃક્ષો પણ રોપાશે.