loader

Breaking News


Home > Gujarat > ન્યૂ ઇન્ડિયાની થીમ પર ગુજરાતનો વિકાસ કરીશું : વિજય રૂપાણી


Foto

ન્યૂ ઇન્ડિયાની થીમ પર ગુજરાતનો વિકાસ કરીશું : વિજય રૂપાણી

Aug. 15, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ન્યુ ઇન્ડિયા થીમ પર ગુજરાતનો વિકાસ કરીશું. ઇઝરાયેલની કૃષિ અને જળશુદ્ધિકરણની ટેક્નિકને રાજ્યમાં અમલમાં લાવવામાં આવશે જેથી કરીને ખેડૂતોની આવક વધારી શકાય.

મુખ્યંત્રી વિજય રૂપની સ્વતંત્રતા દિવસ પર રાજ્યનાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. સ્વતંત્રતા દિવસ નિમિતે મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું હતું કે આગામી ૨ ઓક્ટોમ્બરે મહાત્મા ગાંધીની ૧૫૦ મી જયંતી પર સરકાર તેમણે બતાવેલ વિવિધ આદર્શ પર ચાલવા માટે ભાર મુકવામાં આવશે. વર્ષભર કાર્યક્રમોમાં ચાલનારા આ કાર્યક્રમોમાં સ્વચ્છતા, અસ્પૃશ્યતા, સત્ય, સહીન્સા, ગ્રામ વિકાસ, સ્વાભિમાન વગરે બાબતોનો સંકલ્પ લેવામાં આવશે.

રુપાણીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ જયંતી પર ૩૧ ઓક્ટોમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરશે.