loader

Breaking News


Home > Gujarat > ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ‘શરતો લાગુ’ ફિલ્મ આવતા સપ્તાહમાં થશે રિલીઝ


Foto

ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ‘શરતો લાગુ’ ફિલ્મ આવતા સપ્તાહમાં થશે રિલીઝ

Oct. 10, 2018, 11:34 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : લોકપ્રિય ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી દિક્ષા જોષીને ચમકાવતી ગુજરાતી રોમેન્ટિક ફિલ્મ ‘શરતો લાગુ’ આગામી તા.૧૯ ઓક્ટોબર, ૨૦૧૮નાં રોજ ગુજરાત અને મુંબઇનાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે, ત્યારે અમદાવાદમાં ગઇ કાલે ફિલ્મનાં મ્યુઝિકનું ખાસ લોન્ચીંગ કરાયું હતું.



ડિરેક્ટર નિરજ જોષીની આ ફિલ્મમાં પ્રશાંત બારોટ, હેમંત ઝા સહિતનાં અન્ય કલાકારો પણ જોવા મળશે. ગઇ કાલે ફિલ્મનાં મ્યુઝિક લોન્ચ પ્રસંગે ડિરેક્ટર નિરજ જોષીએ જણાવ્યું હતું કે, ફિલ્મની મહત્વપૂર્ણ બાબત તેની સિમ્પલ, રોમેન્ટિક અને કોમેડી સ્ટોરી છે. સમગ્ર પરિવાર અને મિત્રો સાથે જોઇ શકાય તેવી આ ફિલ્મમાં ઘણી નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે અને અમને અપેક્ષા છે કે યુએસ, યુકે અને કેનેડાનાં દર્શકોની માફક હવે ગુજરાત અને મુંબઇનાં દર્શકો પણ ફિલ્મને આવકારશે. 


નિરજ જોષીએ વધુમાં જણાવ્યું કે, યુનિટનાં તમામ સભ્યો સાથે મળીને તહેવારોની સિઝનમાં દર્શકો સમક્ષ એક સુંદર ફિલ્મ રજૂ કરવાનો અમે પ્રયાસ કર્યો છે. ફિલ્મનાં ઇનોવેટિવ પોસ્ટર્સથી પહેલેથી જ દર્શકોની ઉત્સુકતામાં વધારો થયો છે અને હવે તેઓ ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.ફિલ્મની વાર્તા મુખ્યત્વે બે પાત્રો સત્યા અને સાવીની આસપાસ વણાયેલી છે, જે સિચ્યુએશનલ કોમેડી અને રોમાન્સથી ભરપૂર છે.