loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશ્વમાં અજોડઃ ડેઈઝી શાહ


Foto

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશ્વમાં અજોડઃ ડેઈઝી શાહ

Oct. 1, 2018, 12:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : બોલિવુડની હિરોઈન ડેઈઝી શાહ ગુજરાતમાં પોતાના અનુભવને શેયર કરતા કહે છે કે, મને વાવ શું કહેવાય તેની સાચું કહું તો કયારેય ખબર જ ન હતી કે, વાવ એટલે શું ? પરંતુ ગુજરાતમાં આવી સૌપ્રથમવાર અહીંનાં સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક ધરોહરને જોઇને મને તેનો ખ્યાલ આવ્યો અને જાણવા મળ્યું કે, વાવ શું હોઇ શકે. પગથિયાવાળા એક પ્રકારનાં વિશાળ કૂવા પ્રકારની વાવને જોઇને હું ઘણી જ પ્રભાવિત થઇ છું.



મને લાગે છે કે, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિશ્વમાં અજોડ અને ગૌરવપૂર્ણ છે. જાણીતા ફોટોગ્રાફર અભિ વાલેરા સાથે અડાલજ પાસેની અંબાપુરની વાવ ખાતે ફોટોશુટ કરાવવા માટે ખાસ ગુજરાત-અમદાવાદની મુલાકાતે આવેલી ડેઈઝી શાહે ગુજરાતનાં ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને જોઇને રોમાંચકતાની લાગણી અનુભવી હતી અને ફરી ગુજરાતની મુલાકાતે આવી સાંસ્કૃતિક ધરોહર વિશે વધુ જાણકારી મેળવવાની ઇચ્છા વ્યકત કરી હતી. ડેઇઝીએ વધુમાં જણાવ્યું હતું કે, ફોટોગ્રાફર અભિ વાલેરાએ જયારે મને ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાની વચ્ચે ફોટોશુટ કરવાની ઇચ્છા વ્યકત કરી ત્યારે હું ભારે ઉત્સાહ સાથે તે માટે તૈયાર થઇ ગઇ હતી કારણ કે, મને ગુજરાતની સંસ્કૃતિ અને અહીંનાં લોકોનાં ઉમળકાભર્યા પ્રેમને લઇ સદાય માન રહ્યું છે.

અંબાપુરની વાવનાં ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને જોઇ હું બહુ જ પ્રભાવિત થઇ છું અને સાચે જ આશ્ચર્ય અનુભવું છું કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કેટલો ગૌરવપૂર્ણ અને વિશ્વમાં અજોડ છે. નવરાત્રિને લઇ પૂછાયેલા એક પ્રશ્નનાં પ્રત્યુત્તરમાં આ બોલીવુડ અભિનેત્રીએ જણાવ્યું કે, નવરાત્રિનાં રાસ-ગરબામાં તો ગુજરાત અને ગુજરાતીઓની મોનોપોલી કબૂલવી જ પડે. અમે મુંબઇમાં રાસ-ગરબા જોઇએ તો, અહીંનાં ગુજરાતનાં ગરબા અને તેના સ્ટેપ ઘણા એડવાન્સ, આકર્ષક અને અદ્‌ભુત છે. મારા માટે ગુજરાતનાં રાસ-ગરબા હંમેશા યાદગાર રહ્યા છે.