loader

Breaking News


Home > National > ગુજરાતનાં શિક્ષણમંત્રીએ સરકારી શાળાનાં પાટિયા ઉતરાવ્યાં, દિલ્હીનાં મુખ્યમંત્રીએ ચઢાવ્યા


Foto

ગુજરાતનાં શિક્ષણમંત્રીએ સરકારી શાળાનાં પાટિયા ઉતરાવ્યાં, દિલ્હીનાં મુખ્યમંત્રીએ ચઢાવ્યા

June 16, 2018, 12:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં શિક્ષણ ઘણું મોંઘુ થઇ ગયું છે ત્યારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે સરકારી શાળામાં મફત ઉચ્ચ ગુણવતાનું શિક્ષણ આપીને એક દાખલો બેસાડ્યો છે. ગુજરાતમાં લાખો રૂપિયા ફી ભરીને ખાનગી શાળાઓનાં શિક્ષણમાં કોઈ ઠેકાણાં નથી ત્યારે દિલ્હીમાં સરકારી શાળામાં સારું શિક્ષણ મળી રહે છે જેથી કરીને હાલ ત્યાં એડમીશન માટે ખુબ મોટી સંખ્યામાં લાઈનો લાગે છે.

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ જોતા એમ કહી શકાય કે રાજ્યના શિક્ષણ મંત્રીએ સરકારી શાળાઓનાં પાટિયા ઉતરાવી દીધા પણ દિલ્હીનાં મુખ્યમંત્રીએ સરકારી શાળાઓની ગુણવતામાં સુધારો કરીને સરકારી શાળાઓના પાટિયા ચઢાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી સરકારી શ્ગલાઓનું નિર્માણ થયું છે જયારે ગુજરાતમાં તદ્દન ઉલટી પરિસ્થિતિ હોય તેમ સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઘણું કથળી ચુક્યું છે.