loader

Breaking News


Home > Gujarat > ગુજરાતનાં ભૂમિહિન દલિતોને જમીનોનાં કબજા સુનિશ્ચિત કરી આપવામાં તંત્ર રહ્યુ નિષ્ફળ


Foto

ગુજરાતનાં ભૂમિહિન દલિતોને જમીનોનાં કબજા સુનિશ્ચિત કરી આપવામાં તંત્ર રહ્યુ નિષ્ફળ

April 9, 2018, 6:01 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : ગુજરાતમાં આજે પણ દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે તે બાબતને નકારી ન શકાય. ત્યારે બીજી તરફ ભૂમિહિન દલિતોની વાત કરીએ તો તંત્ર દ્વારા તેમને જમીન સોપણીની વાતો કરાય છે પરંતુ વાસ્તવિકતા તેનાથી કઇક અલગ જ છે. સરકારી પડતર જમીનમાંથી જે પણ જમીનોની ફાળવણી કરવામાં આવી છે તે પૈકીની અનુસુચિત જાતિની મંડળીઓ તેમજ વ્યક્તિગત લાભાર્થીઓને ફાળવેલી મોટાભાગની જમીનોની માપણી થઇ નથી, ઉપરાંત સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપાયો નથી. આ મામલે વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત કુલ 8 લોકોએ ચીફ સેક્રેટરીને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.



છેલ્લા કેટલાય દાયકાઓથી સમગ્ર ગુજરાતનાં અનેક દલિત સંગઠનો દ્વારા રેલીઓ, ધરણાઓ, આવેદનપત્રો અને જાહેર હિતની અરજી સ્વરૂપે સાતત્યપૂર્વક રજુઆતો કરવામાં આવતી રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ પ્રશ્નોની ઉપેક્ષાઓ કરવામાં આવી રહી છે. મહેસૂલ વિભાગે 11/12/2015નાં રોજ નામદાર હાઇકોર્ટ સમક્ષ પેન્ડિગ પીઆઇએલ 163-2012માં એક સરક્યૂલર બહાર પાડી ખાતરી આપવામાં આવી કે દરેક જિલ્લા કલેક્ટર મારફતે ટોચ મર્યાદાની જમીનનો ભૌતિક સ્વરૂપે લાભાર્થીઓને કબજો સોંપવામાં આવેલ છે કે કેમ તેની ખરાઇ કરવામાં આવશે અને જ્યા કબજો સોંપાયેલ નથી તેવા કિસ્સાઓમાં સત્વરે કબજો સોંપાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. જો કે આ વાતને બે વર્ષ ઉપરાંત થયા બાદ પણ આ સરક્યુલર મુજબ કોઇ નક્કર કામગીરી કરવામાં આવેલ નથી. બીજી તરફ કચ્છનાં રાપર તાલુકાનાં “રાપર તાલુકા અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળી” એ 22 જાન્યુઆરી 2018નાં રોજ જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર સ્વરૂપે રજુઆત કરી હોવા છતા તે વિષય પર કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી દલિતોમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે તેવુ સુત્રો જણાવી રહ્યા છે.

કચ્છમાં દલિતોએ આ અંગે ભારે નારાજગી દર્શાવતા 14 એપ્રિલનાં રોજ સવારે 11 કલાકે કચ્છ જિલ્લાનાં સામખિયાળી હાઇવે બંધ કરવાનો કોલ આપતા સરકારની નિંદર ઉડાવવાની તૈયારીઓ કરી છે. જો કે દલિતોનું આ બાબતે કહેવુ છે કે અમે આ મામલે જિલ્લા કલેક્ટરને વિનંતી પૂર્વક 2 થી 4 ગામમાં 14 એપ્રિલ પહેલા કબજો સુનિશ્ચિત કરી આપવાની રજુઆત કરી હતી અને બાકીની જમીનોમાં કેટલો સમય લાગશે તેની ચોક્કસ બાહેધરી આપવાની વાત કરી હતી. પરંતુ અમારી જાણકારી મુજબ તે મામલે આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે દલિતોએ તંત્રને ઘેરી લેવાની પૂરી તૈયારીઓ કરી દીધી હોય તેવુ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.