loader

Breaking News


Home > Health > જમવાની આ આદત વજન ઘટાડવામાં કરશે મદદ


Foto

જમવાની આ આદત વજન ઘટાડવામાં કરશે મદદ

March 1, 2018, 5:40 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દુનિયામાં ફેટી શરીર ધરાવતા લોકોની સંખ્યા ઘણી છે અને આ સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે. ઘણા લોકો આ વિષય પર વધુ પડતુ જમવાને ટાળવાની સલાહ આપતા હોય છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવુ કઇક અલગ છે. તે કહે છે કે, ખાવાથી વજન નથી વધતો પરંતુ ખાવાની રીતથી વજનમાં વધારો થાય છે. એક શોધ મુજબ જે લોકો ઉતાવળમાં ખાય છે તેનું વજન વધે છે. વળી જે લોકો ધીમે ધીમે અને ચાવીને ખાય છે તેમના વજન વધવાની સંભાવના ઘણી ઓછી હોય છે.




લોકો પોતાના શરીરને ફેટ મુક્ત કરવા એક સમય જમવાનું પસંદ કરી રહ્યા છે. જો કે તે કોઇ સમાધાન નથી. વળી વૈજ્ઞાનિકો કહે છે કે, ખાવાની રીતથી તમારા વજનને કોઇ સબંધ નથી. એક શોધ મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે, જે લોકો ધીમે ધીમે અને ચાવીને ખાય છે તે લોકોમાં વજન વધવાની સંભાવના 42 ટકા ઓછી હોય છે. એક રિસર્ચમાં શોધકર્તાઓ કહે છે કે, આપણા દિમાગને લગભગ 20 મીનીટ લાગે છે તે સમજવામાં કે પેટ ભરાઇ ગયુ છે કે નહી. આ એક મહત્વનું કારણ છે કે જે લોકો ઉતાવળમાં ખાવાનું ખાય છે તેમનાં દિમાગ સુધી પેટ ભર્યાનો મેસેજ પહોચે ત્યા સુધી તે વધુ ખાવાનું ખઇ ચુક્યા હોય છે.

વૈજ્ઞાનિકોએ એક સંશોધનમાં આ જાણકારી મેળવી છે, શોધકર્તાઓએ 6 વર્ષ સુધી 60 હજાર પસંદ કરેલા લોકોની ખાવાની આદતને ધ્યાન પૂર્વક અધ્ધયન કર્યુ. જેમાં 22 હજાર લોકો એવા હતા કે જે ઉતાવળમાં ખાવાનું પસંદ કરતા હતા, 33 હજાર એવા હતા કે જે સાધારણ સ્પીડમાં ખાવાનું પસંદ કરતા હતા અને લગભગ 5 હજાર એવા હતા કે જે ધીરે ધીરે ખાવાનું પસંદ કરતા હતા. આ અધ્ધયનમાં તેમણે જોયુ કે ઝડપથી ખાવાનું ખાતા લોકોનું પેટ ધીમે ધીમે ખાતા લોકોની સરખામણીમાં ઝડપથી વધે છે. શોધકર્તાઓનું કહેવુ છે કે, જે લોકો સુવાનાં બે કલાક પહેલા ખાવાનું ખાય છે તે લોકોમાં વજન વધવાની સંભાવના 10 ટકા ઓછી હતી. લોકો વજનને ઘટાડવા માટે નાસ્તાને ટાળવાનું પસંદ કરતા હોય છે પરંતુ શોધકર્તા કહે છે કે, નાસ્તાને ટાળવાથી કોઇ ફાયદો થતો નથી. વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં જોયુ કે, જે લોકો ખાવાનું ખાતા સમયે ધ્યાન માત્ર જમવામાં રાખે છે તેનું વજન વધવાની સંભાવના નહીવત રહે છે.