loader

Breaking News


Home > National > રાફેલ માટે ઓફસેટ કરારને લઇને HAL તૈયાર નહોતી


Foto

રાફેલ માટે ઓફસેટ કરારને લઇને HAL તૈયાર નહોતી

Nov. 7, 2018, 3:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના નવા વડા આર માધવને કંપનીને રાફેલ ડિલ સાથે જાડાયેલી રાજનીતિથી દૂર રહેવા માટેની સલાહ આપી છે. વિપક્ષે આને લઇને સરકાર ઉપર ઓફસેટ કોન્ટ્રાક્ટમાં એચએએલની અવગણના કરવાનો આક્ષેપ કર્યો છે. સપ્ટેમ્બર મહિનામાં એચએએલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમાયા બાદ પ્રથમ ઇન્ટરવ્યુમાં માધવને કહ્યું છે કે, કંપની કોઇપણ પ્રકારના ઓફસેટ બિઝનેસમાં નથી તે રાફેલ ડિલ હેઠળ ૩૦૦૦૦ કરોડના ઓફસેટ કોન્ટ્રાક્ટને લઇને દાવેદાર ન હતી.

તેમનું કહેવું છે કે, એચએએલે પોતાના કર્ચારીઓને કહ્યું છે કે, આ મામલામાં કોઇપણ રાજકીય પાર્ટી સાથે સંપર્ક રાખવામાં ન આવે. જા કર્મચારી આ મામલામાં કોઇ પાર્ટી સાથે જાડાશે તો તેની પ્રતિકુળ અસર થશે. કંપનીની છાપ ખરાબ થશે. તેમણે કહ્યું હતું કે, કંપનીના યુનિયનો પણ આ સંદર્ભમાં વલણ સ્પષ્ટ કરી ચુક્યા છે. તેમનું કહેવું છે કે, આ મામલામાં કોઇપણ પાર્ટીની તરફેણમાં નથી. માધવને કહ્યું હતું કે, એચએએલનું કામ વિમાન બનાવવાનું રહેલું છે. કંપની ઓફસેટ બિઝનેસમાં નથી. ટેકનોલોજી ટ્રાન્સફર અને પ્રોડક્શન, અન્ય બાબતો ઓફસેટથી બિલકુલ અલગ છે. માધવને કહ્યું હતું કે, અલગ અલગ પ્રોગ્રામમાં એચએએલની પાસે કેટલાક ઓફસેટ કારોબાર આવી શકે છે.