loader

Breaking News


Home > Bollywood > Happy Birthday : વાંચો શાહરુખ ખાનની બૉલીવુડ બાદશાહ બનવાની સફર


Foto

Happy Birthday : વાંચો શાહરુખ ખાનની બૉલીવુડ બાદશાહ બનવાની સફર

Nov. 2, 2018, 2:41 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : શાહરૂખ ખાનનાં ૫૩માં જન્મદિવસની તેના ચાહકોએ પણ આજે ઉજવણી કરી હતી. શાહરૂખના ચાહકો જાણે છે કે વિશ્વમાં સૌથી અમીર અભિનેતાઓની યાદીમાં પણ શાહરૂખ ખાન સામેલ રહ્યો છે. તેની સંપત્તિ વર્ષ ૨૦૧૪માં ૬૦૦ મિલિયન ડોલર જેટલી આંકવામાં આવી હતી. આ સંપત્તિમાં હવે સતત વધારો થયો છે.

શાહરૂખ ખાનની શરૂઆતના વર્ષોમાં નેગેટિવ ભૂમિકા માટે પસંદગી કરવામાં આવતી હતી. શાહરૂખે તેની કેરિયરની શરૂઆતમાં ડર, બાજીગર અને અંજામ જેવી ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા અદા કરી હતી. જે લોકોને પસંદ પડી હતી. જા કે તે ત્યારબાદ એક રોમેન્ટિક અભિનેતા તરીકે ઉભરી આવ્યો હતો. હિન્દી સિનેમાના સૌથી સફળ અભિનેતા પૈકી એક તરીકે તેને ગણવામાં આવે છે. ખાન હાલમાં મોશન પિક્ચર પ્રોડક્શન કંપની રેડ ચિલી એન્ટરટેઇનંન્ટંમાં કો ચેરમેન તરીકે છે. ઇન્ડિયન પ્રિમિયર લીગ ક્રિકેટ ટીમ કોલક્તા નાઇટ રાઇડર્સના સહ માલિક તરીકે પણ તે છે.

શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.