loader

Breaking News


Home > Gujarat > હાર્દિકે કરી બેક ટુ બેક ટ્વીટ, કહ્યુ ચોકીદાર જ ચોર છે


Foto

હાર્દિકે કરી બેક ટુ બેક ટ્વીટ, કહ્યુ ચોકીદાર જ ચોર છે

Jan. 12, 2018, 4:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : આજે સુપ્રિમ કોર્ટનાં ચાર જજએ એક પ્રેસ કોન્ફંરન્સ કરી દેશમાં એક સવાલને ઉજાગર કર્યો છે. તે સવાલ છે, શું દેશમાં હવે લોકતંત્ર પડી ભાગ્યુ છે? આ પ્રેસ કોન્ફંરન્સ કરી તેમણે પોતાની વેદનાઓને જનતા સમક્ષ રજુ કરી છે. હવે તેના પર લોકોએ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધુ છે. ત્યારે પાસનાં નેતા હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને સરકારને આડે હાથ લીધી છે.



હાર્દિક પટેલે પોતાની ટ્વીટમાં લખ્યુ, “દેશમાં હુ ચોર, હુ પોલીસ, હુ જ ન્યાયાધીશનું રાજ છે, ચોકીદાર જ ચોર છે”. આ સાથે તેણે સરકાર પર નિશાનો લગાવ્યો હતો. જો કે તેણે બેક ટુ બેક ટ્વીટ કરી જનતાને જણાવ્યુ કે કોણ છે તમારા ચોકીદાર અને લોકતંત્રની હાલાત કેવી કરી દેવામાં આવી છે. તેને ત્યાર બાદનાં બીજા ટ્વીટમાં લખ્યુ, “ભક્તો હવે શું કહેશો લોકતંત્ર ખતરામાં છે કે નહી.. જનતાને જાગૃત થવુ પડશે, સત્ય અને પ્રામાણિકતાનાં રસ્તા પર અવાજ બુલંદ કરવી પડશે. ન્યાયાલય પણ હવે બોલી રહી છે અમને ન્યાય જોઇએ તો સામાન્ય માણસ જશે ક્યા”? તેના ટ્વીટમાં તેણે લોકોને જાગૃત થવા અને લોકતંત્રને બચાવવાની અપીલ કરી છે. ત્યાર બાદનાં ત્રીજા ટ્વીટમાં તેણે લખ્યુ, “મારા હિન્દુસ્તાનની સ્વતંત્રતા સત્તામાં બેઠેલા અમુક હિટલરોનાં કારણે ખતરામાં છે”. હાર્દિક પટેલે ટ્વીટર પર સત્તા પર બેઠેલા અમુકને હિટલર બતાવ્યા છે અને કહ્યુ છે કે તેનાથી દેશને ભારે ખતરો છે. આજે સુપ્રિમ કોર્ટનાં જજ દ્વારા કરવામાં આવેલ પ્રેસ કોન્ફંરન્સથી એક વાત સ્પષ્ટ છે કે દેશમાં બધુ બરાબર થઇ રહ્યુ નથી.