loader

Breaking News


Home > Gujarat > હાર્દિકે પટેલે જળ ત્યાગ પણ કર્યો, સરકાર ચિંતામાં તો, ખેડૂતો ટેકામા


Foto

હાર્દિકે પટેલે જળ ત્યાગ પણ કર્યો, સરકાર ચિંતામાં તો, ખેડૂતો ટેકામા

Aug. 31, 2018, 4:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોની દેવા માફીને લઈ હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. ત્યારે આજે તેના ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિક પટેલે હવે અન્ન બાદ હવે જળનો પણ ત્યાગ કર્યો છે. આજે હાર્દિકના જળત્યાગની જાહેરાતને પગલે રાજયભરના પાટીદાર સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હાર્દિકની જળત્યાગની જાહેરાતને પગલે સરકારની ચિંતા હવે વધી ગઇ છે, તો બીજીબાજુ, હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને ગામડાઓમાં હાર્દિક પરત્વે કૂણી અને સહાનુભૂતિની લાગણી જન્મી રહી છે. આજે જામજાધપુર અને પડઘરીના ખેડૂતોએ હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ કરી રેલી કાઢી હતી. તો, હાર્દિક પટેલે પણ આજે ગુજરાતના ગામડે ગામડે લોકોને ઉપવાસ આંદોલનમાં જાડાઇ જવા જારદાર હાકલ કરી છે.

પાસના કન્વીનર હાર્દિક પટેલે ટિ્‌વટ કરીને લખ્યું કે, સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું છે કે, જનતંત્રમાં જનતાનો અવાજ દબાવી શકાય નહીં, જો તેનો અવાજ દબાવવામાં આવે તો મોટો વિસ્ફોટ થશે. ગુજરાતમાં જે રીતે અવાજ દબાવવામાં આવી રહ્યો છે, હું દાવા સાથે કહું છું, સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે. હાર્દિકે જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં અન્ના હજારેએ ઉપવાસ કર્યા ત્યારે ભાજપના લોકો તેમને સત્યાગ્રહી કહેતા અને ભાજપના રાજમાં જા કોઇ ઉપવાસ કરે તો તેને કોંગ્રેસના એજન્ટમાં ખપાવી દેવામાં આવે છે.

હાર્દિકે ફરી એકવાર સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, સરકાર ભલે ગમે તેટલા પ્રયાસ કરે પરંતુ તે પોતાની માંગણી ન સ્વીકારાય ત્યાં સુધી ઉપવાસ છોડવાનો નથી. જા પોલીસ જબરદસ્તીથી તેને હોÂસ્પટલમાં લઇ જશે તો પણ તે કોઇપણ ભોગે સારવાર નહી લે. તે સંપૂર્ણપણે લડવા તૈયાર ેછે. અત્યારસુધી ટવેન્ટીટવેન્ટી રમતા હતા, હવે ટેસ્ટ મેચ શરૂ થઇ છે. હાર્દિકે એમ પણ જણાવ્યું કે, તે પોતાનું વીલ પણ જાહેર કરી દેશે, જેમાં તે તેના બેંક એકાઉન્ટ, તેના નામે રહેલી વસ્તુઓ અને તેના વીમાની રકમ કોને મળશે તે સહિતની વાતોની જાહેરાત કરશે. મારા પરિવારને થોડી ઘણી રકમ આપી, બાકીની રકમ સમાજ સેવા માટે વાપરવા આપી દેવાની તેણે લાગણી વ્યકત કરી હતી.

હાર્દિકે મેડિકલ ચેકઅપને લઇ ગંભીર આક્ષેપ કર્યા હતા કે, તેનું મેડિકલ ચેકઅપ જે સરકાર દ્વારા થઇ રહ્યું છે, તેના કોઇ રિપોર્ટ મારા ડોકટરને અપાતા નથી. મારે ખાનગી ડોકટરને બોલાવી મારું બ્લડ ચેક કરાવવું પડયુ હતું. સરકાર ખોટા ઇન્જેકશનો આપી તેની કિડની ફેઇલ કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમ્યાન ઉપવાસના છઠ્ઠા દિવસે હાર્દિકને મળવા માટે ગામડેથી તેના દાદા નરસિંહ પટેલ આવ્યા હતા. પોતાના લાડકા પૌત્રને છ દિવસથી ઉપવાસ પર અને લથડેલી હાલતમાં જાઇ દાદાની આંખો ભીની થઇ ગઇ હતી અને દુઃખી જણાતા હતા. પરંતુ તેમણે હાર્દિકને હિંમત આપતાં કહ્યું કે લડ બેટા, આ ખેડૂતોની વાત છે. આપણી ગઈકાલ મજબૂત હતી, પણ આવનારી કાલ ખૂબ જ ખરાબ છે. તારે લડવાનું છે, આપણા સમાજને સામાજિક ન્યાય અપાવવાનો છે અને ખેડૂતોની દેવા માફી કરાવવાની છે. દેશને ખવડાવનારા ખેડૂતો ગરીબ અને લાચાર થઈ ગયા છે, આપણે ક્યાં સુધી સહન કરતા રહીશું. હવે સહન હીં કરીએ, લડીશું ત્યારે જ તો બેટા જીતીશું.

આ ઉપરાંત કોંગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદીન શેખ(દરિયાપુર) અને ઇમરાન ખેડાવાલા (ખાડિયા), પૂર્વ પ્રમુખ અમદાવાદ કોંગ્રેસના પંકજભાઈ શાહ પણ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ છાવણી પહોંચ્યા હતા. હાર્દિકના સ્વાસ્થ્યને લઈ ડાક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, તેના શરીરમાં એસીટોનનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે કિડની અને હ્રદય પર અસર થઇ શકે છે. આ ઉપરાંત તેને શ્વાસ લેવાની તકલીફ, હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને મગજ પર પણ અસર થઈ શકે છે. ગઈકાલના ચેકઅપમાં બ્લડ અને યુરીનનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. પાણીનો ત્યાગ કરવો તેમના શરીર માટે હાનિકારક છે.