loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલે એસપી સ્વામીના હસ્તે પાણી પીધું, લાલજી પટેલ આવ્યાં મળવા


Foto

હાર્દિક પટેલે એસપી સ્વામીના હસ્તે પાણી પીધું, લાલજી પટેલ આવ્યાં મળવા

Sept. 1, 2018, 4:49 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે સાતમો દિવસ હતો અને તેની તબિયત દિન પ્રતિદિન લથડતી અને કથળતી જાય છે પરંતુ હાર્દિક પોતાની લડાઇ અને ન્યાય માટે બહુ મક્કમ છે. દરમ્યાન હાર્દિકના છેલ્લા સાત દિવસથી આમરણાંત ઉપવાસના કારણે તેની લથડી રહેલી તબિયતની ગંભીરતા ધ્યાને લઇ આજે પાસ તરફથી પાસ નેતા નિખિલ સવાણીએ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને હાર્દિકના હેલ્થ મોનિટરિંગ માટે એમ્બ્યુલન્સ રાખવા માટે માંગણી કરી હતી.

પાટીદાર અનામત આંદોલન ના નેતા હાર્દિક પટેલ ગત 25 ઓગષ્ટ થી આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને ઉપવાસ ના છઠ્ઠા દિવસે પાણી નો પણ ત્યાગ કરી દીધો હતો.ગઢડાના એસ.પી સ્વામીના આગ્રહ બાદ હાર્દિક પટેલે પાણી પીધુ છે. શુક્રવારે એસ.પી સ્વામીએ હાર્દિકને પાણી પીવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે હાર્દિકે એસ.પી. સ્વામીના આગ્રહને માન આપી પાણી પીધુ છે. હાર્દિકે બે દિવસથી જળનો ત્યાગ કર્યો હતો. જે બાદ આજે તેણે પાણી પીધુ છે.

આજે એસપીજીના લાલજી પટેલ પણ હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે આવ્યાં હતા. લાલજી પટેલે ભાજપ સરકારને સમાધાન કરવા તેમજ આવનારી ચૂંટણીમાં જોઈ લેવાની ચેતવણી પણ આપી હતી. તેઓએ કહ્યું હતું કે હું હાર્દિક ને કહી ચુક્યો છું કે એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે, સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જરૂરી છે.

હાર્દિકના મેડિકલ ચેકઅપ કરનાર ડોકટર નમ્રતા વડોદરિયાએ જણાવ્યું હતું કે, હાર્દિકે શુક્રવારથી પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં હાર્દિકનું વજન ૯૦૦ ગ્રામ ઘટ્યું છે, જ્યારે તેણે બ્લડ-યુરિનના સેમ્પલ આપવા ઈન્કાર કરી દીધો છે. જ્યારે ઉપવાસ આંદોલનના પ્રથમ દિવસે હાર્દિકનું વજન ૭૭.૮૦૦કિલો ગ્રામ હતું અને ઉપવાસ આંદોલનના સાતમા દિવસે ૫.૯૦૦ કિલો ઘટીને ૭૧.૯૦૦ કિલો ગ્રામ થયું છે. બ્લડ-યુરિનના સેમ્પલ લેવા જરૂરી છે, પણ હાર્દિક પટેલ ના પાડી રહ્યો છે. બ્લડ-સુગરના સેમ્પલ અલગ અલગ સમયે લેવામાં આવ્યા હોવાથી ફેરફાર શક્ય છે.