loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલે ઊંઝા અથવા ટંકારાથી ચૂંટણી લડવાનાં આપ્યા સંકેત


Foto

હાર્દિક પટેલે ઊંઝા અથવા ટંકારાથી ચૂંટણી લડવાનાં આપ્યા સંકેત

July 27, 2018, 4:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે એક ચેનલને આપેલ મુલાકાતમાં જણાવ્યું હતું કે તે 2019 માં આવનારી લોકસભા ચૂંટણી લડશે નહીં. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું લોકોની પરિસ્થિતિનું નિરાકરણ લાવવા માંગુ છું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું 2019 પછી ચૂંટણી લડીશ તેમજ આગળ કઈ પરિસ્થિતિ સર્જાય છે તે જોયા બાદ હું નિર્ણય કરીશ.

વધુમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે હું રાજ્ય અને પ્રજા માટે સારા કામ કરવા માંગુ છું. જો હું સારા કામ કરીશ તો લોકો મને પણ ચૂંટીને ધારાસભામાં મોકલશે. હાર્દિક પટેલે પોતાના ચૂંટણી લડવા અંગે કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ તો લોકોને કહીને લડીશ. હાર્દિક પટેલે પોતે ક્યાંથી ચૂંટણી લડશે તેનો સંકેત આપતાં જણાવ્યું હતું કે સમયની માંગ હશે તે મુજબ તેઓ પોતાના કુળદેવીના ધામ ઊંઝા અથવા ટંકારાથી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે.

વિસનગર કેસમાં પડેલી સજા પર હાર્દિક પટેલે જણવ્યું હતું કે હું જેલથી ડરતો નથી. લોકો માટે લડનારા ડરે નહિ પરંતુ એટલું કહીએ છીએ કે ન્યાયતંત્ર સ્વતંત્ર છે. ન્યાયતંત્ર અને બંધારણની ઉપર આ દેશમાં કોઈ નથી. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ન્યાયતંત્રને અમે સલામ કરીએ છીએ અને અમને ચોક્કસ ન્યાય મળશે.