loader

Breaking News


Home > Gujarat > શાળા પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલ - અલ્પેશ ઠાકોર રોડ પર ઉતર્યા, કરાયો હલ્લાબોલ


Foto

શાળા પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલ - અલ્પેશ ઠાકોર રોડ પર ઉતર્યા, કરાયો હલ્લાબોલ

June 23, 2018, 11:37 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગરીબ વાલીઓના બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે લાવવામાં આવેલા શિક્ષણ અધિકારના કાયદાની ખાનગી સરકારો ઐસીતૈસી કરી રહી છે ત્યારે હવે વાલીઓએ ખુદ આ માટે હવે રોડ પર ઉતરવું પડયું છે.

RTE એક્ટ મુજબ અમદાવાદની ઉદગમ શાળાએ ૩૫ બાળકોને પ્રવેશ આપવાનો ઇનકાર કરી ડેટા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. વધુમાં યુવા નેતાઓ હાર્દિક પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર શાળામાં પહોંચીને હલ્લાબોલ કરતા શાળા સંચાલકોએ બાળકોને સિનીયર કેજીમાં પ્રવેશ આપવાની બાહેંધરી આપી હતી.

આ બાદ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર DEO કચેરીએ પહોંચ્યા હતા અને બાળકોને ધોરણ 1 માં પ્રવેશ આપવાની માંગ કરી હતી. જો કે આ મુદ્દો હાઈકોર્ટમાં હોવાથી DPEO એ પણ કોઈ નિવેદન આપ્યું નહોતું ત્યારબાદ શિક્ષણઅધિકારીની ઓફિસને તાળાબંધી કરવાનું નક્કી કરવામાં આવતા પોલીસે બંને નેતાઓની અટકાયત કરી હતી.