loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલે રાજ્યપાલ સાથેની મુલાકાતમાં બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરી


Foto

હાર્દિક પટેલે રાજ્યપાલ સાથેની મુલાકાતમાં બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરી

Feb. 1, 2018, 4:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટીદાર નેતા હાર્દિક પટેલ અને રાજ્યપાલ ઓ.પી કોહલી વચ્ચે કાલે મુલાકાત યોજાઈ હતી. હાર્દિક પટેલે લેખિતમાં રાજ્યપાલને જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં વર્ષોથી રાજ્યમાં જે ચાલી રહ્યું છે તેની સામે અમે અવાજ ઉઠાવી રહ્યાં છીએ પરંતુ ભાજપ સરકાર અમેને તેમ કરતાં રોકી રહી છે તેમજ અમારી પર રોજ નવા નવા કેસ દાખલ કરવામાં આવે છે. હાર્દિકે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો કે પાસ પોતાની પ્રવુતિઓ બંધ કરી દે એ માટે આ રીતે રાજનીતિ કરીને અમને હેરાન કરવામાં આવે છે. વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ચુંટણી સમયે અમારી પ્રત્યેક સભામાં ચુંટણી પાંચ દ્વારા નજર રાખવામાં આવતી હતી તેમજ અમારી હેરાનગતિ પણ કરવામાં આવી હતી.

હાર્દિક પટેલે રાજ્યપાલને જણાવ્યું હતું કે પાસ કે અન્ય કોઈ નાગરિક પર ખોટા કેસ કે કાર્યવાહી કરવામાં આવે તો તમે તેને અટકાવો તેમજ બંધારણીય અધિકારોનું રક્ષણ કરો તેવી અમારી માંગણી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હાર્દિક પટેલે રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો હતો જેને અનુલક્ષીને રાજ્યપાલ સાથે હાર્દિક પટેલની મુલાકાત યોજાઈ હતી. હાર્દિક પટેલે રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને મુલાકાતનો સમય માંગ્યો હતો. આ બેઠકમાં પાસના કન્વિરો પર હાજર રહ્યાં હતા.