loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલે નારિયેળ પાણી ગ્રહણ કરી પારણાં કર્યા


Foto

હાર્દિક પટેલે નારિયેળ પાણી ગ્રહણ કરી પારણાં કર્યા

Sept. 12, 2018, 4:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદારોને આરક્ષણ ખેડૂતોનું દેવું માફ જે મુદ્દા પર છેલ્લા ૧૯ દિવસોથી ઉપવાસ પર બેસેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે અનશન કર્યા હતા. આજે બપોરે ત્રણ વાગ્યે ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ અધ્યક્ષ પટેલએ નારિયેળ પાણી પીવડાવીને હાર્દિકના ઉપવાસ ખતમ કરાયા હતા.

હાર્દિક પટેલ 25 ઓગસ્ટ થી ઉપવાસ પર બેઠા હતા. ઉપવાસ તોડ્યા પહેલા હાર્દિક પટેલે ટ્વિટ પણ કર્યું હતું હાર્દિકે લખ્યું હતું કે તેને સમજાવવામાં આવ્યું હતું કે આવે છે કે તે જીવતો રહીને પણ પોતાની લડાઈ ચાલુ રાખી શકે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક ની તબિયત છેલ્લા થોડા સમયથી સતત બગડતી જતી હતી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 25 ઓગસ્ટના રોજ પાટીદાર નેતાએ પોતાનાં આ ઉપવાસને ચાલુ કર્યા હતા. ઉપવાસ ના ચૌદમાં દિવસે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો જ્યાં બે દિવસ થયા બાદ તે પોતાના નિવાસે આવ્યો હતો.

હાર્દિક પટેલ ને પોતાના ઉપવાસ દરમિયાન ઘણા રાજકીય પક્ષોનું સમર્થન મળ્યું હતું તેમ જ અખિલેશ યાદવ તેજસ્વી યાદવ અરવિંદ કેજરીવાલ જેવા મોટા નેતાઓએ પણ તેને સમર્થન કરવાનું એલાન કર્યું હતું.