loader

Breaking News


Home > Gujarat > પદ્માવત રિલીઝ થતી અટકાવવા હાર્દિક પટેલે વિજય રૂપાણીને લખ્યો પત્ર


Foto

પદ્માવત રિલીઝ થતી અટકાવવા હાર્દિક પટેલે વિજય રૂપાણીને લખ્યો પત્ર

Jan. 23, 2018, 12:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પદ્માવત ફિલ્મને લઈને હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે પત્રમાં ગુજરાતમાં પદ્માવત ફિલ્મની રજૂઆત અટકાવવા માટે પત્ર લખ્યો છે. હાર્દિકે પત્રમાં જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં રાજપૂત તથા હિંદુ સમાજની લાગણીઓ દુભાવતી ફિલ્મ પદ્માવતને લઈને ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે.પદ્માવત ફિલ્માં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. હાર્દિક પટેલે વિજય રૂપાણીને વિનંતી કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આ ફિલ્મ રજુ થતી અટકાવવામાં આવે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે અમે સુપ્રિમ કોર્ટનો આદર કરીએ છીએ પણ અખંડ ભારત માટે ક્ષત્રીય સમાજે પોતાનાં રજવાડા આપી દીધા હતાં તો આપણી ફરજ બને છે કે તેમની લાગણીને માન આપીને ફિલ્મની રજૂઆત ના થાય. જો કે આજે સુપ્રિમ કોર્ટે પદ્માવત પ્રતિબંધ સાથે જોડાયેલ દરેક અરજીને કાઢી નાખી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે હિંસક તત્વોને ઉતેજન આપવામાં નહી આવે, રાજ્ય સરકારોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની જવાબદારી રહેશે.