loader

Breaking News


Home > Gujarat > હાર્દિક તમાચાકાંડના આરોપી તરુણ મિસ્ત્રીનું નિવેદન : હાર્દિકના કારણે અમને ઘણી તકલીફ પડી હતી


Foto

હાર્દિક તમાચાકાંડના આરોપી તરુણ મિસ્ત્રીનું નિવેદન : હાર્દિકના કારણે અમને ઘણી તકલીફ પડી હતી

April 19, 2019, 5:46 p.m.
      Whatsapp   

આજે સવારે સુરેન્દ્રનગરમાં હાર્દિક ઉપર હાથ ઉગામનાર, તરૂણ ગજ્જરે હોસ્પિટલમાંથી નિવેદન આપતા કહ્યું કે, '3 વર્ષથી મને હાર્દિક પટેલ પર ગુસ્સો હતો. અમદાવાદમાં જ્યારે હાર્દિક પટેલની સભા હતી ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી અને કલોલનાં હોસ્પિટલમાં હતી.ત્યારે અમને ઘણી તકલીફ પડી હતી. ત્યારબાદ જ્યારે મારો દીકરો સવા વર્ષનો થયો અને તે એક હોસ્પિટલમાં હતો. ત્યારે હાર્દિક સુરતની જેલમાંથી છૂટ્યો હતો. ત્યારે પણ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. રસ્તાઓ ચક્કાજામ હતાં. તે સમયે પણ મને ઘણી તકલીફ થઇ હતી. તે પછી મેં મનમાં નક્કી કર્યું હતું કે હું આને શબક શીખવવાનો છે. તે ગુજરાતનો હિટલર થોડો છે? કે બાપ થોડો છે કે જ્યારે તે ઇચ્છે ત્યારે ગુજરાત બંધ થઇ જાય.'

સુરેન્દ્રનગરનાં એસપી, મહેન્દ્ર ભગેડીઆએ આ મામલે જણાવ્યું હતું કે, 'હાર્દિક પટેલને લાફો મારનાર તરૂણ ગજ્જર કોઇપણ પાર્ટી સાથે જોડાયેલો નથી. તે સામાન્ય માણસ છે.'