loader

Breaking News


Home > Sports > મિસ્ટ્રી ગર્લ સાથેના વાયરલ ફોટોને લઇને ઉડી અફવા પર હાર્દિક પંડ્યાએ લગાવ્યો વિરામઃ કર્યો ખુલાસો


Foto

મિસ્ટ્રી ગર્લ સાથેના વાયરલ ફોટોને લઇને ઉડી અફવા પર હાર્દિક પંડ્યાએ લગાવ્યો વિરામઃ કર્યો ખુલાસો

Oct. 3, 2017, 5:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ટીમ ઇંડિયાનાં ઓલરાઉંડર ખેલાડી હાર્દિક પંડ્યા પોતાના તોફાની પ્રદર્શનનાં કારણે ઘણી ચર્ચામાં રહ્યો છે. છેલ્લે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની પાંચ વન ડે મેચોની સીરીઝ માટે તેને મેન ઓફ ધ સીરીઝ બનાવવામાં આવ્યો હતો. વન ડે સીરીઝ પૂરી થયા બાદ હાર્દિક એક વખત ફરી ચર્ચામાં આવ્યો છે. પરંતુ આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ એક છોકરી છે.



ટીમ ઇંડિયાનાં તોફાની ખેલાડી હાર્દિક પંડ્યાનાં થોડા સમયથી એક છોકરીની સાથે ફોટો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે. આ ફોટોને લઇને ક્રિકેટપ્રેમીઓને તે જાણવાની ઘણુ ઉત્સુકતા છે કે હાર્દિકની સાથે ઉભી આ છોકરી કોણ છે?



હાર્દિકે થોડા સમય પહેલા સોશ્યિલ મીડિયામાં એક છોકરી સાથે ફોટો શેયર કર્યો હતો. આ ફોટો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો આતુરતાથી જાણવા માંગે છે કે આ છોકરી કોણ છે. આ ફોટોના વાયરલ થયા બાદ હાર્દિકે ટ્વીટ કરીને જણાવ્યુ કે આ મારી બહેન છે.

હાર્દિક શાહ