loader

Breaking News


Home > Gujarat > અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, ક્લિક કરી વાંચો


Foto

અનામત આંદોલનને લઈને હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, ક્લિક કરી વાંચો

Aug. 6, 2018, 5:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના તા.૨૫મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની તારીખ નજીક આવતી જાય છે તે પહેલાં આજે હાર્દિક પટેલનું આર્થિક આરક્ષણ મુદ્દે નિવેદન સામે આવ્યું છે, જેને લઇ ગુજરાતના રાજકારણમાં ફરી પાછો ગરમાવો આવ્યો છે.

હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જો અમને આર્થિક ધોરણે પણ અનામત આપવામાં આવશે તો પણ હું આંદોલન બંધ કરી દઈશ. ૧૫ થી ૧૮ ટકા આર્થિક અનામતના નામે લોલીપોપ સાબિત ન થવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ બધા જ સમાજને અનામત વિચારણાને સમર્થન મળવું જોઈએ.

હાર્દિક પટેલે સમાજના તમામ વર્ગોને આર્થિક અનામતનો લાભ આપવાના વિકલ્પને પણ ગ્રાહ્ય રાખવાની વાત કરી હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગવંતુ બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિએ ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે પાસ કન્વીનરોની અમદાવાદમાં બેઠક મળી હતી. જેમાં તા. ૨૫મી ઓગસ્ટના ઉપવાસ આંદોલન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એટલું જ નહી, આ અંગેની રણનીતિ અને જરૂરી પગલાંની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. પહેલથી જ પાટીદાર નેતા હાર્દિક પટેલે સ્પષ્ટ કરી દીધું હતું કે, તા.૨૫મી ઓગસ્ટે ઉપવાસ થઈને જ રહેશે. પોલીસ મંજૂરી નહી આપે તો હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવશે.