loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલે કર્યા સરકાર પર પ્રહાર, સરકારનો માત્ર એક વિચાર લોકોનાં ભલે જીવ જાય આપણે આપણી સત્તા ચલાવવી


Foto

હાર્દિક પટેલે કર્યા સરકાર પર પ્રહાર, સરકારનો માત્ર એક વિચાર લોકોનાં ભલે જીવ જાય આપણે આપણી સત્તા ચલાવવી

Feb. 17, 2018, 7 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગરનાં સીવીલ હોસ્પીટલ ખાતે આત્મદાહ કરી ચુકેલા ભાનુભાઇનાં મૃતદેહને પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા. ત્યારે ભાનુભાઇનાં પરિવારજનોએ સરકાર સામે વિરોધ કરતા કહ્યુ હતુ કે જ્યા સુધી અમને ન્યાય નહી મળે ત્યા સુધી પીએમ કરેલી બોડીને અમે લઇશુ નહી. આ દુખદ ઘટનામાં દલિત નેતા જીગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પીડિત પરિવારને આશ્વાસન આપવા માટે સીવીલ હોસ્પીટલ આવ્યા હતા. આ દુખદ ઘટનામાં પાસનાં નેતા હાર્દિક પટેલે સરકાર સામે આકરા પ્રહારો પણ કર્યા હતા.



હાર્દિકે કહ્યુ કે, આ દલિત સમાજનો કે કોઇ ભાનુભાઇનો પ્રશ્ન નથી, ગુજરાતનાં દરેક સમાજનાં લોકોએ જાગૃતતા લાવવી પડશે. આજે દલિત છે કાલે ઠાકોર હશે અને પછી વારો પટેલનો હશે. તેણે વધુમાં જણાવ્યું કે જે લોકો સત્તામાં છે તે સત્તાનાં નશામાં બેઠા છે તે લોકોની એક આદત બની ગઇ છે લોકોનાં ભલે જીવ જાય આપણે આપણી સત્તા ચલાવવાની છે. સત્તાનાં નશામાં ચુર આ ભાજપ સરકારને સબક શિખવાડવાની ખાસ જરૂર છે અને જો આજે નહી તો ક્યારે નહી. દરેક સમાજ આગળ આવે અને આ મુદ્દે દલિત પરિવારની થઇ શકે તેટલી મદદ કરે.

હાર્દિકે ભાર આપતા કહ્યુ કે, અમે જ્યારે કોઇ નિવેદન આપીએ કે અમે આ મંત્રીનો વિરોધ કરીશું તો અમને ચાર દિવસ પહેલા અંડરગ્રાઉન્ડ કરી દે, અમે કહીએ કે અમે આ નેતાનું પુતળુ બાળીશું તો પાંચ દિવસ પહેલા અમને પુતળા સાથે ઉઠાવી લે તો આજે એક વ્યક્તિ પોતાના શરીર પર પેટ્રોલ છાટીને પોતાના સમાજ અને ખાસ કરીને પોતાના માટે નહી પણ બીજા માટે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાટતો હોય તે છતા પણ પોલીસ ,એસ.પી, કલેક્ટર કોઇ એક્શન ન લે તો તે વાતને આપણે સમજવાની જરૂર છે. હાર્દિક પટેલે ગુજરાતની દરેક પાર્ટીને આહવાહન કર્યુ છે કે, તમે દરેક પણ આવો અને આ પીડિત પરિવારને આશ્વાસન આપો, રાજનીતિ નહી પણ માનવતાની દ્રષ્ટિથી આ ઘટનાને જોઇ પીડિતોને મદદ કરવી આપણી પ્રથમ ફરજ બને છે.