loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલની શરદ યાદવ, સ્વામી અગ્નિવેશ અને આચાર્ય પ્રમોદે લીધી મુલાકાત


Foto

હાર્દિક પટેલની શરદ યાદવ, સ્વામી અગ્નિવેશ અને આચાર્ય પ્રમોદે લીધી મુલાકાત

Sept. 8, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ખેડુતોની દેવા માફી અને પાટીદારો માટે અનામતની માંગ કરીને આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પોતાની માંગને લઇને મકક્મ બનેલો છે. તેની સારવાર હાલમાં ચાલી રહી છે. સોલા સિવિલમાં સાત કલાક સુધી સારવાર લીધા બાદ તેને એસજીવીપી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેના સોનાગ્રાફી, યુરિન અને બ્લડ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આજે એસજીવીપી ખાતે રાષ્ટ્રીય નેતા શરદ યાદવે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. હાર્દિકે શરદ યાદવના હાથે પાણી પીધું હતું. આ ઉપરાંત સ્વામી અગ્નિવેશ અને આચાર્ય પ્રમોદે પણ હાર્દિક પટેલને મળીને જુસ્સો વધાર્યો હતો. તેઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

હાર્દિક પટેલ પર જુદા જુદા ટેસ્ટને લઇને પાસના લોકો સાવધાન થયેલા છે. જુદા જુદા ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આજે ૧૫માં દિવસે તેના અનશન જારી રહ્યા હતા. હાર્દિકને કિડનીમાં ઇન્ફેક્શન હોવાની વિગત સપાટી ઉપર આવી છે. હાર્દિકના આમરણાંત ઉપવાસના આજે ૧૪માં દિવસે તેની તબિયત વધારે લથડી હતી.

અગાઉ ગઇકાલે હાર્દિક પટેલના ઉપવાસના ૧૪માં દિવસે આખરે તેની તબિયત લથડી જતાં તેને તાબડતોબ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો અને એમઆઇસીયુ વોર્ડમાં બેડ નં-૩ પર તેની અરજન્ટ સારવાર શરૂ કરવામાં આવી હતી. ગઇકાલે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે મહ્‌તવપૂર્ણ મંત્રણા અને ચર્ચાના અડધા કલાક બાદ બપોરે ૩-૧૫ મિનિટે હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ પડતા અને તેની સ્થિતિ ગંભીર બનતાં તેને આઇસીયુ ઓન વ્હીલ મારફતે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.