loader

Breaking News


Home > Gujarat > આમરણ ઉપવાસ પર બેઠેલાં હાર્દિકનું વજન ઘટ્યું, ડોકટરે હોસ્પિટલમાં એડમિટ થવાની આપી સલાહ


Foto

આમરણ ઉપવાસ પર બેઠેલાં હાર્દિકનું વજન ઘટ્યું, ડોકટરે હોસ્પિટલમાં એડમિટ થવાની આપી સલાહ

Aug. 30, 2018, 1:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ખેડૂતોની દેવા માફી અને અનામતની માંગ લઇને આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ ને ડૉક્ટરોએ હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપી છે. તેમના યુરિનમાં સંક્રમણ છે તથા વજન પણ ઘટી ગયું છે. હાર્દિકના સમર્થનમાં રાજ્યભરમાંથી લોકો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે જો કે સરકારે વાતચીત માટે કોઈ પહેલ કરી નથી એના કારણે કોંગ્રેસે ઉગ્ર આંદોલન ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે.

બીજી બાજુ ગુજરાત ગોધરા કાંડ મામલે ગુજરાત સરકાર પર નિશાન સાધનાર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે ગઈકાલે પાટીદાર નેતા હાર્દિક પટેલની મુલાકાત કરી હતી અને પોતાનું સમર્થન આપ્યું હતું। સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે પોલીસ પોતાની ઈમાનદારી અને ફરજ ભૂલી રહી છે. ગુજરાતની પોલીસે જનતાનો ભરોસો તોડ્યો છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે હાર્દિક ખેડૂતો અને યુવાનો નો અવાજ ઉઠાવી રહ્યો છે તેના માટે તેઓ તેનું સમર્થન કરી રહ્યા છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ સાથે ઉપવાસ પર છે અત્યાર સુધી તેમનું દોઢથી બે કિલો જેટલું વજન ઘટી ગયું છે સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરની હાર્દિક પટેલની મેડિકલ તપાસ બાદ તેમને હોસ્પિટલમાં ભરતી થવાની સલાહ આપી છે તેમજ હાર્દિક પટેલની પ્રવાહી પદાર્થ વધુ પીવાની સલાહ આપવામાં આવી છે.