loader

Breaking News


Home > Bollywood > તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં હંસરાજ હાથીએ ફાઇનલ ટ્વીટ કરી જીવનની સાચી હકીકત બતાવી


Foto

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં હંસરાજ હાથીએ ફાઇનલ ટ્વીટ કરી જીવનની સાચી હકીકત બતાવી

July 10, 2018, 8:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : તાજેતરનો લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં ડૉ.હંસરાજ હાથી એટલે કે કવિકુમાર આઝાદનું ગઇકાલે સોમવારે હાર્ટ એટેક આવવાથી નિધન થઇ ગયુ હતુ. કવિકુમાર આઝાદનાં નિધનની જાણ થતા ટીવી સીરીયલનાં ચાહકોમાં ભારે શૉકની લાગણી ઉભી થઇ હતી. તે જીવનનાં દરેક પળનો આનંદ લેતા હતા. આ તેમના ફાઇનલ ટ્વીટમાં જોવા મળે છે. તેમણે પોતાનાં ફાઇનલ ટ્વીટમાં લખ્યુ કે, કોઇએ કહ્યુ છે કે, “કાલે હોઇએ, ન હોઇએ. હુ કહુ છુ. પળ હોય ના હોય. દરેક ક્ષણ જીવો”.



કવિકુમાર આઝાદને નજીકથી જાણતા લોકોનું કહેવુ છે કે તે હંમેશા જીવનનાં દરેક પળને ખુશીથી આવકારતા હતા. આઝાદ હંમેશા પોતાના કદને લઇને ચર્ચામાં રહ્યા હતા. સીરીયલમાં ડૉક્ટરનો અભિનય કરી ગોકુલધામનાં લોકોની બિમારી દુર કરતા કવિકુમાર આઝાદ અસલ જીવનમાં પોતાના વધુ વઝનનાં કારણે ઘણા પીડાતા હતા. આ પહેલા તેમના વઝનને લઇને સમાચાર આવ્યા હતા કે તેમણે સર્જરીથી લગભગ 80 કિલો જેટલુ વઝન ઓછુ કરી દીધુ હતુ. વઝન વધુ હોવાને કારણે તેમને ચાલવામાં ઘણી તકલીફો પડતી હતી.

કવિકુમાર પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડૉ.હંસરાજ હાથીનો અભિનય કોઇ અન્ય કલાકાર કરતા હતા. પરંતુ લોકો આજે પણ હંસરાજ હાથીના કેરેક્ટરને યાદ કરે છે તો તેમનો જ ચહેરો સામે આવે છે. કવિકુમાર આઝાદ બોલિવુડમાં પણ કામ કરી ચુક્યા છે. તે વર્ષમાં 2000 આમિર ખાન સાથે ફિલ્મ મેલામાં નઝર આવી ચુક્યા છે. જો કે તેમને અસલ ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જ મળી હતી. તમને જણાવી દઇએ કે તેમનું નામ જ નહી પણ તે અસલ જીવનમાં પણ કવિ હતા. કવિકુમાર આઝાદ જીવનનાં અંતિમ સમયમાં પણ જીવનની સાચી વ્યાખ્યા આપતા ટ્વીટ કરતા ગયા. સીરીયલમાં ભલે હવે કોઇ નવા કેરેક્ટરને આ અભિનય માટે લાવવામાં આવે પણ આઝાદ ચાહકોનાં હ્રદયમાં હંમેશા ડૉ.હાથી જ રહેશે.