loader

Breaking News


Home > Health > આરોગ્ય માટે હાનિકારક છે અપુરતી ઉંઘ


Foto

આરોગ્ય માટે હાનિકારક છે અપુરતી ઉંઘ

June 11, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઓછી ઉંઘની આરોગ્ય પર સીધી અસર થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટીએ આવી છે. રાત્રે મોડેથી ઉંઘી જતા લોકો અને વહેલી સવારે ઉઠી જતા લોકોનાં આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે. તબીબોનાં કહેવા મુજબ, પુરતી ઉંઘ નહી મેળવનાર લોકોને ઘણી બિમારી થાય છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારીનો સમાવેશ થાય છે.



લંડનમાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે છ કલાકથી ઓછી ઉંઘ મેળવનાર લોકો પર હાર્ટ સાથે સંબંધિત રોગનાં કારણે મૃત્યુ પામવાનો ખતરો ૪૮ ટકા સુધી વધી જાય છે. આ બાબત મુંબઇમાં રહેતા લોકો માટે પણ લાગુ પડે છે. તબીબોએ કહ્યું છે કે કાર્ડિયોલોજિસ્ટ બ્રાયન પિન્ટોએ તેમના મિત્રનાં ૪૩ વર્ષનાં પુત્રનાં મોતની વિગત આપતા કહ્યું છે કે રોડ પર જોગીંગ કરતી વેળા તે પડી ગયો હતો. કામનાં કલાકોને વધારવાનાં હેતુસર યુવા પેઢીનાં લોકો પુરતી ઉંઘ મેળવી શકતા નહી. આવા યુવા વર્ગનાં લોકોમાં હાર્ટ સાથે સંબંધિત રોગનો ખતરો વધારે રહે છે. પિન્ટોએ કહ્યંા છે કે સાત કલાકની ઉંઘ વગર કોઇ પણ કામગારી લાંબા ગાળે નુકસાન કરે છે.

કાર્ડિયોલોજિસ્ટ એ.બી. મહેતાએ કહ્યું છે કે હાર્ટ એટેક સાથે હોસ્પિટલનાં ઇમજજન્સી રૂમમાં પહોંચી ગયેલા ૬૦ ટકાથી વધારે દર્દીને તેઓને હાર્ટ રોગ થશે તેવી ગણતરી પણ ન હતી. મોટા ભાગનાં કેસોમાં વધારે પડતી શારરિક કસરત અને ઓચી ઉંઘ પણ હાર્ટ સાથે સંબંધિત રોંગ માટે જવાબદાર છે. યુનિવર્સિટી ઓફ વાર્કવિકે અભ્યાસમાં કહ્યું છે કે અમેરિકા, બ્રિટન, અને જાપાન સહિત આઠ દેશોમાં આ સમીકરણ લાગુ પડે છે. અભ્યાસ મુજબ રાત્રે છ કલાકથી ઓછી ઉંઘ ખતરનાક સાબિત થઇ શકે છે. આવા લોકોમાં સ્ટ્રોકના કારણે મોત થવાની દહેશત પણ વધી જાય છે. યુનિવર્સિટીની ટીમે વ્યાપક અભ્યાસ બાદ આ મુજબનો દાવો કર્યો છે. વર્ષ ૨૦૦૦માં પણ એક અભ્યાસ બાદ કેટલાક ચોંકાવનારા તારણ આપવામાં આવ્યા હતા. કેટલાક તબીબો તો અહીં સુધી માને છે કે ૧૦ કલાકથી ઓછી ઉંઘ નુકસાનકારક છે અને પાંચ કલાકથી ઓછી ઊંઘ ડાયાબિટિસ અને સ્થૂળતા માટે જવાબદાર છે.