loader

Breaking News


Home > Gujarat > હાર્દિક - અલ્પેશ - જીગ્નેશ પર FIR નોંધાઈ, સાંજે પાંચ વાગ્યે ડીએસપી કચેરીએ હાજર થશે


Foto

હાર્દિક - અલ્પેશ - જીગ્નેશ પર FIR નોંધાઈ, સાંજે પાંચ વાગ્યે ડીએસપી કચેરીએ હાજર થશે

July 7, 2018, 3:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પર ગાંધીનગરમાં જનતા રેડ દરમિયાન મહિલા ઘરમાં ગેરકાયદેસર રીતે ઘુસવા મામલે FIR નોંધવામાં આવી છે. આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે દારૂ ના ધંધા કરવા વાળા અમારી ઉપર કેસ કરે શા માટે ?? કેમ કે ડીએસપી કચેરી સામે જ દારૂ પકડાયો.જે ભાજપ સરકાર અને પોલીસ માટે લજ્જા બરાબર છે.આજે સાંજે પાંચ વાગ્યે અમે સામે થી ડીએસપી કચેરીએ હાજર થઈશું.પોલીસનું કામ જનતા કરે અને પોલીસ જનતા પર કેસ કરે.

બીજી બાજુ જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે અમે 22 વર્ષથી ગુજરાતની ભાજપ સરકારના કાળા કામ જોયા છે પણ બુટલેગરોના સ્થાને અમારા પર FIR કરી. સરકાર આટલી હદે જશે તેવો ખ્યાલ નહોતો. રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારા પર એટલા માટે FIR કરવામાં આવી છે કેમ કે બુટલેગરો અને ભાજપનાં નેતાઓની મિલીભગતથી સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા દારૂનાં કારોબારનો અમે પર્દાફાશ કર્યો છે.