loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલનાં આમરણ ઉપવાસ શરુ, કોંગ્રેસનાં ત્રણ પાટીદાર નેતા પણ પહોંચ્યા


Foto

હાર્દિક પટેલનાં આમરણ ઉપવાસ શરુ, કોંગ્રેસનાં ત્રણ પાટીદાર નેતા પણ પહોંચ્યા

Aug. 25, 2018, 11:27 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પાટીદાર સમાજને આરક્ષણ મળે તે લઈને આજે પોતાના ઘર પર આમરણ ઉપવાસ પર બેઠા છે. હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસના 3 પાટીદાર નેતા હાર્દિક પટેલના ઘરે પહોંચ્યા છે અને તેમાં લલિત વસોયા, કિરીટ પટેલ અને લલિત કથગરા સામેલ છે.

હાર્દિક પટેલ પોતાના ઘેર એટલા માટે ઉપવાસ બેઠા છે કેમ કે તેમને સ્થાનિક પ્રશાસન અને રાજ્ય સરકારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઉપવાસની મંજૂરી આપવાની મનાઈ કરી દીધી હતી. હાર્દિક શુક્રવારે જણાવ્યું હતું કે જો મંજૂરી નહીં આપે અથવા અદાલતમાં તેમની જામીન રદ કરી તો પણ તેઓ ઉપવાસનો નિર્ણય નહી બદલે. જો કે આ વચ્ચે હાર્દિક પટેલના ઘરે મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે તેમજ ઘરની આજુબાજુમાંથી નીકળતાં તમામ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

હાર્દિક પટેલનાં સમર્થનમાં હાલ પાટીદાર સમાજનાં લોકો પહોંચી ગયા છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી છે. હાર્દિક પટેલનાં ઉપવાસને કોંગ્રેસ તેમજ વડગામનાં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું છે.