loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા, વાંચો વિગત


Foto

હાર્દિક પટેલને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા, વાંચો વિગત

Sept. 7, 2018, 3:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને થોડા સમય પહેલા જ સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અહીં તેઓને વધુ સારવાર આપવાનું ચાલુ કરાશે। આજે બપોરે પોલીસ હાર્દિકની ઉપવાસ છાવણીની મુલાકાતે આવી હતી ત્યારબાદ આ નિર્ણય લેવાયો તેવી શક્યતાઓ છે.

બીજી બાજુ હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલમાં સંપર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વાતચીત માટેનો માર્ગ મોકળો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. મનોજે પોતાની પ્રતિક્રિયામાં આજે કહ્યું હતું કે નરેશ પટેલ પ્રત્યે તમામને પૂર્ણ સન્માન છે. વાતચીતથી કોઈ રસ્તો નિકળે તેમ અમે ઈચ્છીએ છીએ.

મનોજ પનારાના નિવેદન બાદ એવા સંકેત મળી રહ્યા છે કે હવે વાતચીત માટેનો માર્ક મોકળો થઈ રહ્યો છે. પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. છતાં ભાજપ સરકારમાંથી સમાધાન મુદ્દે કોઇ વલણ આવતું નથી. તે જોઇ છેલ્લા કેટલાક દિવસોથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્‌યું હતું, ત્યારે આજે નરેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જા સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે તેઓ મધ્યસ્થી બનવા તૈયાર છે. ખોડલધામના નરેશ પટેલ દ્વાર મધ્યસ્થીની તૈયારી અને હકારાત્કમતાને લઇ પાટીદાર સમાજમાં સરકાર સાથે સંવાદની આશા બંધાઇ છે તો, બીજીબાજુ હવે સરકાર દ્વારા આ મામલે શું વલણ અખત્યાર કરાય છે તેની પણ રાહ જાવાઇ રહી છે.