loader

Breaking News


Home > Bollywood > ભારે વિરોધ – વંટોળ બાદ પણ કમાણીનાં મામલે પદ્માવત રેકોર્ડ બનાવે તેવી શક્યતા


Foto

ભારે વિરોધ – વંટોળ બાદ પણ કમાણીનાં મામલે પદ્માવત રેકોર્ડ બનાવે તેવી શક્યતા

Jan. 27, 2018, 12:45 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : દેશભરમાં સૌથી વિવાદિત ફિલ્મોમાંની એક પદ્માવત ૨૫ જાન્યુઆરી નાં રોજ વિશ્વભરમાં રીલીઝ થયાં બાદ બોક્સઓફીસ પર દર્શકોનો ખુબજ સારો રિસ્પોન્સ જોવાં મળી રહ્યો છે. સંજય લીલા ભણસાલીનાં ડાયરેક્શન હેઠળનાં માં બનેલી આ ફિલ્મ શૂટીંગની શરૂઆતથી લઈને રિલીઝ થયાં સુધીમાં મારામારી, તોડફોડ,ધમકી એમ ઘણાં બધાં વિવાદોમાં ફસાઈ ચુકી છે.આમ છતાં દીપિકાનાં પ્રશંસકોની ભારે ભીડ ફિલ્મ જોવાં આવી પહોંચી હતી. દીપિકાનાં ચાહકોએ ફિલ્મનાં પ્રથમ દિવસે જ ફિલ્મ જોઇને તેનાં વિરોધિઓને બોક્સઓફિસ પર જડબાતોડ જવાબ આપ્યો હતો.ભારતીય થિયેટરોમાં ૩૫ટકા સ્ક્રીન ઉપર આ ફિલ્મને રિલીઝ ના કરી શકાઈ જોકે આ ફિલ્મે પહેલાં દિવસે લગભગ ૧૮ કરોડ નો બિઝનેસ કર્યો.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાનાં મત મુજબ ઓવરઓલ (વિદેશોમાં) બોકસઓફીસ નાં કલેકશનની વાત કરીએ તો આ ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. લીડ ભૂમિકામાં દિપીકા પાદુકોણની આ ફિલ્મને વિદેશ માં જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ‘પદ્માવત’ ની અમેરિકા અને કેનેડાની કમાણી સાથે જોડવામાં આવે તો આ ફિલ્મે લગભગ ૨ કરોડની બોક્સ ઓફીસ કમાણી કરી છે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં ૧.૮ કરોડ અને સયુંક્ત આરબમાં (યુએઈ)માં આ ફિલ્મે કુલ ૨.૪ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.ભારતમાં ૩૫ ટકા થિયેટરોમાં રજુ થઇ ન હતી છતાં અત્યાર સુધીમાં કુલ ૭૫ કરોડની કમાણી કરી હતી તેવું બોલીવુડ સૂત્રો જણાવી રહ્યા છે.