loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરમાં સોમથી ગુરુવાર પરેશની સાપ પકડવા ભારે રેસ


Foto

ગાંધીનગરમાં સોમથી ગુરુવાર પરેશની સાપ પકડવા ભારે રેસ

July 11, 2018, 1:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી રાજનીતિ ઉપરાંતની અન્ય બાબતે પણ ઘણા હોંશિયાર છે તેનો દાખલો કાલે જોવા મળ્યો હતો. ગાંધીનગર દેશનું સૌથી હરિયાળું શહેર હોવાથી સામાન્ય રીતે અહી સાપ જેવા સરીસૃપો વસવાટ કરતા હોય છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એક સ્થળે સાપ નીકળતાં તેને જાતે પકડીને સુરક્ષિત સ્થળે છોડી મૂકી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીઓ વાઈરલ પણ થયો છે તેમજ તેમનાં ટ્વીટર એકાઉન્ટમાં પણ મુક્યો છે.

પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે "' ખડ શીતળો "' આજે "સાપ" પણ સરનામું ભૂલ્યો., "એરૂ" પકડતા ય આવડે હો ભાઈ.! ત્યારે આ મુદ્દે પાટનગરમાં ચર્ચા થઇ રહી છે કે હવે જ્યાં પણ સાપ નીકળે ત્યાં પરેશ ધાનાણીને સાપ પકડવા બોલાવી દેવાના તેઓ સોમવારથી ગુરુવાર અહી જ હોય છે.



https://twitter.com/paresh_dhanani/status/1016748766613987328