loader

Breaking News


Home > Gujarat > પરેશની પ્રજાના કામો કરવામાં ભારે રેસ, શાસકપક્ષના ડેપ્યુટી સીએમના ટ્રાફિક બાદ વિરોધપક્ષના નેતાને ત્યાં પ્રજાનો ભારે ટ્રાફિક


Foto

પરેશની પ્રજાના કામો કરવામાં ભારે રેસ, શાસકપક્ષના ડેપ્યુટી સીએમના ટ્રાફિક બાદ વિરોધપક્ષના નેતાને ત્યાં પ્રજાનો ભારે ટ્રાફિક

May 30, 2018, 3:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતમાં એકહથ્થુ ૨૨ વર્ષથી શાસન ભોગવતી ભાજપ સરકાર સામે હવે ધીરે ધીરે પ્રજાનો પડકારનો પણ સામનો કરી રહી છે તેવું લાગી રહ્યું છે ત્યારે ૨૨ વર્ષથી સતત એક હથ્થુ શાસન ભોગવતી ભાજપ સરકારમાં મોટાભાગનાં મંત્રીઓ જેમાં ખાસ તો રાજ્યકક્ષાનાં હાજર હોતા નથી અને ગુજરાતનાં તમામ ભાગોમાંથી લોકો પોતાના પ્રાણ પ્રશ્નો લઈને આવતાં હોય છે ત્યારે પ્રજાના કામોને વાચાની વાત તો દૂર રહી પણ કોઈ સંકુલ-૨માં સાંભળનાર જ ન હોય તો કરવાનું શું. ત્યારે આ નો સીધો જ લાભ કોંગ્રેસને મળી રહ્યો છે.

હા, પણ લાભ મળવાનું કારણ હાજર નહીં રહેવાનું તો ખરું જ, પણ ૨ થી ૩ વર્ષથી કામો થતાં ન હોય ત્યારે વિરોધપક્ષના નેતાનું બારણું ખડખડાવવું પડે, ત્યારે જે મંત્રીઓ હાજર નથી રહેતાં તેમાં સતત ભાજપ પ્રદેશ કક્ષાએ સુચનાઓ આપવા છતાં હાજર નથી હોતા જેને કારણે ભાજપનો ગ્રાફ નીચો જઈ રહ્યો છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનાં હવે બ્યુગલો વાગવાના શરૂ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ થનગનીને મજબૂતાઈથી તૈયાર થઈ રહી છે.

પ્રજાનાં પ્રશ્નોને વાચા પ્રથમ આપવામાં આવશે અને પ્રજાના કામો થશે તો જ પ્રજા અડીખમ પાર્ટી સાથે ઊભી રહેશે તે ઉદ્દેશ્યથી પરેશ ધાનાણી મંગળવાર અને બુધવાર પ્રજાનાં પ્રાણ પ્રશ્નોને જબરદસ્ત રીતે ગંભીરતાથી લઈને તેમને વાચા આપી રહ્યાં છે. હા, ઉલ્લેખનીય છે કે, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની પ્રજાના કામો કરવામાં ભારે રેસ લાગી છે ત્યારે પ્રજાનાં કામો નહીં થતાં હોવાના અને ૧૦ વર્ષથી લઈને વધારે સમયથી પડતર પ્રશ્નોનો વિરોધપક્ષના નેતાને ત્યાં અરજદારો લઈને આવે છે ત્યારે ૨૨ વર્ષથી ભાજપની સત્તા હાલ ગુજરાતમાં છે ત્યારે નાછૂટકે કામ ન થતાં કોઈ અને મંત્રીઓ હાજર ન રહેવાથી વિરોધપક્ષના નેતાને ત્યાં ટ્રાફિક વધી ગયો છે. ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ત્યાં ભારેખમ ટ્રાફિક હોય છે.

આમ ડેપ્યુટી સીએમ તથા વિરોધ પક્ષના નેતાને ખબર છે કે પ્રજાના કામોને પ્રથમ પ્રાધાન્ય અપાશે તો જ પક્ષની મજબૂતાઈ થશે, ત્યારે ભાજપમાં હાલ કામોનો મોટો થેલો ભરીને નીતિન પટેલ ફરી રહ્યાં છે ત્યારે વિરોધપક્ષના નેતા પ્રજાનાં પ્રશ્નોને વાચા આપવા રીતસરની રેસ લગાવી હોય તેમ પરેશની પ્રજાના કામોમાં રેસમાં આગળ છે.