loader

Breaking News


Home > National > દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં યમુના નદીમાં પુર


Foto

દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં યમુના નદીમાં પુર

July 28, 2018, 2:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના 19 રાજ્યોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની ધારણા છે. છેલ્લાં ત્રણ દિવસથી દિલ્હી-એનસીઆરમાં વરસાદ થઈ રહ્યો છે, હવામાન વિભાગનાં જણાવ્યાં મુજબ કે આ પરિસ્થિતિ 48 કલાક સુધી ચાલશે વધુમાં યમુના નદીનું જળ સ્તર દિલ્હીમાં વધી ગયું છે.

અધિકારીઓનું કહેવું છે કે યમુના પાણીનું સ્તર હરિયાણાના હથિન કુંડ ડેમમાંથી પાણી છોડ્યા પછી વધ્યું છે. આ પછી દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર ચેતવણી જાહેર કરી છે. બિહારમાં, હવામાન ખાતાએ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડશે તેવી ચેતવણી આપી છે. દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે.