loader

Breaking News


Home > Gujarat > ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી


Foto

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી

July 3, 2018, 5:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : જમ્મુ કાશ્મીર, તમિળનાડુ, આસામ અને ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગયા સપ્તાહમાં મોનસુને નિર્ધારિત સમય કરતા ૧૭ દિવસ પહેલા સમગ્ર દેશને મોનસુને આવરી લીધા બાદ હવે આઈએમડી તરફથી ચેતવણી જારી કરવામાં આવી છે.

આઈએમડીના કહેવા મુજબ ઉત્તરાખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ સહિતના વિવિધ ભાગોમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, આસામ, મેઘાલય સહિતના અનેક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નિવેદનમાં હવામાન વિભાગે વિગત આપતા કહ્યું છે કે, હિમાચલ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, અરુણાચલ પ્રદેશના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ થઇ શકે છે. ઉત્તર હરિયાણા, ચંદીગઢ, ઝારખંડ, ઓરિસ્સા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ, રાયલસીમા, તમિળનાડુમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

આવતીકાલ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાઓ ઉપર અતિભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પૂર્વીય ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર હરિયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.