loader

Breaking News


Home > National > પંજાબ-હરિયાણામાં ભારે વરસાદથી પુરની સ્થિતિ, રેડ એલર્ટ જાહેર


Foto

પંજાબ-હરિયાણામાં ભારે વરસાદથી પુરની સ્થિતિ, રેડ એલર્ટ જાહેર

Sept. 25, 2018, 5:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. કેટલાક ભાગોમાં સતત વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં રેડએલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. પંજાબમાં ભારે વરસાદના લીધે રાજ્ય સરકારે એલર્ટની જાહેરાત કરી છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સાવધાન થઇ ગયું છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં અવિરત વરસાદના લીધે પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કાંગડામાં બે લોકોના મોત થયા છે. કુલ્લુ મનાલીમાં પણ એક એક વ્યક્તિનું મોત થયું છે. આની સાથે જ જનજીવન સંપૂર્ણપણે ખોરવાયેલું છે. કુલ્લુ માટે હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

પંજાબના મુખ્યમંત્રીની ઓફિસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી અમરિન્દરસિંહે કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. હિમાચલમાં ભારે વરસાદના કારણે રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે અને વાહનો ફસાઈ ગયા છે. મોટી સંખ્યામાં વાહનો અટવાઈ પડતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. પંજાબમાં સતત બે દિવસથી ભારે વરસાદ થઇ રહ્યો છે. પંજાબ ઉપરાંત રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. હિમાચલ, પંજાબમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. પંજાબમાં સ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત ટીમોને સક્રિય કરવામાં આવી છે.