loader

Breaking News


Home > National > કેદારનાથમાં ભારે બરફવર્ષા, માઇનસમાં પહોંચ્યું તાપમાન


Foto

કેદારનાથમાં ભારે બરફવર્ષા, માઇનસમાં પહોંચ્યું તાપમાન

Nov. 5, 2018, 12:15 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથમાં છેલ્લા ત્રણ દિવસથી સતત હિમવર્ષા થઇ રહી છે. અહીંનું તાપમાન માઇનસ 5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ દિવસોમાં અહીં લગભગ દોઢ ફુટ જેટલી હિમવર્ષા થઇ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીના પ્રસંગે કેદારનાથની મુલાકાત લેવા આવી રહ્યાં હતા પરંતુ હિમવર્ષાને લીધે અહીં તૈયારીઓ અટકી ગઈ છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી અત્યારસુધી થયેલ કેદારપુરીના કાર્યોનું નિરીક્ષણ પણ કરશે. ઉલ્લેખનીય છે કે આ પ્રથમ વખત એવું બન્યું છે કે જયારે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ આટલો બધો બરફ પડ્યો હોય. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી 24 કલાકમાં ઝડપી પવનોની સાથે બરફના કરા પડવાની પણ ચેતવણી આપી છે.