loader

Breaking News


Home > National > અરુણ જેટલીના ચૂપ રહેવાથી માલ્યાને મળી ફરાર થવામાં મદદ : કોંગ્રેસ


Foto

અરુણ જેટલીના ચૂપ રહેવાથી માલ્યાને મળી ફરાર થવામાં મદદ : કોંગ્રેસ

Sept. 19, 2018, 10:23 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે પત્રકાર પરિષદમાં ભાગેડુ વિજય માલ્યાના ફરાર થવા મુદ્દે કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે વિજય માલ્યાના ફરાર થવા પર સીબીઆઈએ ત્રણ વખત પોતાના નિવેદન બદલ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આવું કેમ થઇ રહ્યું છે.

સુરજેવાલાએ સવાલ ઉઠાવ્યો હતો કે સીબીઆઈના ડિટેન નોટિસને ઇન્ફોર્મમાં કેમ બદલવામાં આવી ? તેઓએ આ સાથે જ સવાલ કર્યો હતો કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને કોણે કહ્યું કે માલ્યા તરફ નરમ વલણ અપનાવો. તેઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને પહેલા જ કહી દીધું હતું કે માલ્યાને રોકવા માટે પગલાં ઊઠવવા જોઈએ પરંતુ તેના ફરાર થયા બાદ બેન્ક સુપ્રિમ કોર્ટ પહોંચી જેથી માલ્યાને ફરાર થવામાં મદદ મળી.

રણદીપ સુરજેવાલાએ અન્ય સવાલ કરતા કહ્યું હતું કે બેંકોમાં અથવા નાણાંમંત્રાલયમાં કોણ છે જે માલ્યાની મદદ કરી રહ્યું છે. સંસદમાં વિજય માલ્યા નાણમંત્રી અરુણ જેટલીને મળ્યા હતા અને નાણાંમંત્રીએ માલ્યાની 9091 કરોડ રૂપિયાની લોનને લઈને મૂંગા રહયા હતા. જેટલીએ કોઈ નાણાં એજન્સી, સીબીઆઈ અથવા પોલીસને નહોતું જણાવ્યું હતું કે માલ્યા ફરાર થઇ શકે છે.