loader

Breaking News


Home > Gujarat > હાર્દિક પટેલની સજા પર હાઈકોર્ટે લગાવી રોક


Foto

હાર્દિક પટેલની સજા પર હાઈકોર્ટે લગાવી રોક

Aug. 9, 2018, 11:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ભાજપનાં ધારાસભ્યનાં કાર્યાલયમાં તોડફોડ અને આગજનીનાં કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલને કરવામાં આવેલ બે વર્ષની સજા પર હાઈકોર્ટે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે હાર્દિકને નિયમિત જામીન પણ આપી દીધા છે. હાઈકોર્ટનાં ન્યાયાધીશ એસએચ વોરાએ હાર્દિકની અરજી પર સુનાવણી પછી ચુકાદો આવ્યાં બાદ વિસનગરની સ્થાનિક અદાલતનાં ચુકાદા પર રોક લગાવી હતી અને તેને નિયમિત જામીન પર છોડી દીધો હતો.

મહેસાણા જીલ્લાનાં વિસનગરની સ્થાનિક કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમિતિનાં કન્વિનર હાર્દિક પટેલ, સરદાર પટેલ ગ્રુપનાં પ્રમુખ લાલજી પટેલ તથા એકે પટેલને ૨૫ જુલાઈએ ભાજપનાં ધારાસભ્ય ઋષિકેશ પટેલનાં કાર્યાલયમાં તોડફોડ અને આગજની માટે બે - બે વર્ષની સજા સંભળાવી હતી.