loader

Breaking News


Home > Gujarat > અમદાવાદના બિસ્માર રસ્તાઓથી હાઇકોર્ટ ખફા, મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારે ઝાટકણી કાઢી


Foto

અમદાવાદના બિસ્માર રસ્તાઓથી હાઇકોર્ટ ખફા, મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારે ઝાટકણી કાઢી

May 3, 2018, 3:55 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદ શહેરના બિસ્માર રસ્તાઓના મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ અને સરકારપક્ષની આકરી ઝાટકણી કાઢી હતી.

હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓને લઇ અમ્યુકો તંત્રની કોઇ અસરકારક કે આંખે ઉડીને વળગે તેવી કામગીરી જાવા મળતી નથી. તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં જ આવતી ના હોય તેમ જણાય છે. રસ્તા અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનને લઇ અમ્યુકો દ્વારા કોઇ માઇક્રોપ્લાનીંગ થાય છે ખરૂ? એવો વેધક સવાલ પણ હાઇકોર્ટે સત્તાવાળાઓને કર્યો હતો.

હાઇકોર્ટે સત્તાવાળાઓની ગંભીર ટીકા કરતાં જણાવ્યું હતું કે, એક- બે દિવસ લોકોને રાહત લાગે અને ફરી પાછી જેવી હતી તેવી થઇ જાય છે. શહેરના બિસ્માર રસ્તાઓને લઇ દર વખતની સુનાવણીમાં હાઇકોર્ટે અગાઉ પણ અમ્યુકો સત્તાવાળાઓને રસ્તાઓના રીસરફેસથી લઇ રીપેરીંગ અને મેટ્રો રૂટની બંને બાજુના ખાડા ખોડી કઢાયેલા રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા સહિતના અનેક આદેશો કરતી આવી છે અને તેનો રિપોર્ટ દર મુદતે માંગે છે પરંતુ અમ્યુકો સત્તાવાળાઓ તરફથી રજૂ થતા રિપોર્ટ અને રજૂઆત પરત્વે હાઇકોર્ટને સંતોષ થતો નથી કારણ કે, હાઇકોર્ટ શહેરીજનોની હાલાકીને લઇ ચિંતિત છે અને તેથી આ વખતની સુનાવણીમાં હાઇકોર્ટે અમ્યુકો સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા.