loader

Breaking News


Home > Gujarat > આદિવાસીઓનાં સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત


Foto

આદિવાસીઓનાં સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે ઉચ્ચ સ્તરે રજૂઆત

March 16, 2018, 4:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યમાં 15 ટકાથી વધુ વસ્તી ધરાવતા આદિવાસી સમૂદાયની અનેક સળગતી સમસ્યાઓનાં ઉકેલ માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે સમસ્યાઓનાં નિરાકરણની સમસ્ત આદિવાસી સમાજ અને અખિલ ગુજરાત આદિવાસી સમાજ દ્વારા રજૂઆત કરી હતી.આદિવાસીઓને બંધારણની જોગવાઇ અનુસાર અનુસુચિત જનજાતિ તરીકેનાં મળતા લાભોમાં અન્યાય અને ગેરકાયદેસર ખોટા લાભ મેળવતા લોકો સામે આદિવાસી સમાજે પણ અવાજ ઉઠાવ્યો છે. અનુસુચિત જનજાતિનાં ખોટા પ્રમાણપત્રો મેળવીને શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન મેળવવાથી માંડીને નૌકરી મેળવવા તેમજ ચુંટણીમાં પણ અનુસુચિત જનજાતિની અનામત બેઠકોમાં ચુંટાઇ આવવાની ગોલમાલ થઇ રહી છે. ત્યારે આ કારણે આદિવાસી સમૂદાયમાં પણ રોષ છે અને આવા પ્રમાણપત્રો આપવામાં થતી ગેરવ્યવસ્થા દૂર કરી બંધારણીય હકોનાં રક્ષણ માટે પ્રમાણપત્રોને લગતો કડક કાયદો લાવવા આદિવાસી સમાજે માંગ કરી છે.

આજ રોજ ગાંધીનગર ખાતે મળેલી સમસ્ત આદિવાસી સમાજની બેઠકમાં બંધારણીય જોગવાઇઓ અને સમાજની સંસ્કૃતિનાં જતન, ઉત્થાન અને સંવિધાનિક હકોનાં અક્ષરસઃ પાલન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ રાજ્યપાલ ઓ.પી.કોહલીને આવેદન પાઠવી બંધારણીય જોગવાઇઓનું પાલન કરાવવાની તેમજ આદિવાસી સમાજનાં હિતમાં હકારાત્મક પગલા ભરવાની માંગ કરી હતી. તેમજ આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી વિધાનસભામાંથી જાતિનાં પ્રમાણપત્રો આપવા અંગે કાયદો પસાર કરવાની માંગ કરી હતી.