loader

Breaking News


Home > Gujarat > સવારે ગૂમ થયેલાં તોગડિયા રાત્રે મળી આવતાં ૯ કલાકથી ચાલતાં હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત, આજે ૧૧ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે


Foto

સવારે ગૂમ થયેલાં તોગડિયા રાત્રે મળી આવતાં ૯ કલાકથી ચાલતાં હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત, આજે ૧૧ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે

Jan. 16, 2018, 10:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગઈકાલે સવારે વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગૂમ થઇ જતાં ભારે હોબાળો મચી ગયો હતો. મુંબઈથી પરત ફરીને રાત્રીનિવાસ પાલડી સ્થિત વિહીપનાં કાર્યાલય ખાતે કર્યો હતો પણ સવારે ૯ વાગ્યાંનુઈ આસપાસ તેઓ રીક્ષામાં બેસીને ક્યાંક ચાલ્યાં ગયાં હતાં તેને લીધે સમગ્ર પોલીસ તંત્ર શોધખોળમાં લાગ્યું હતું. સાંજે તેઓ કોતરપુર વોટર વર્કસ પાસે બેભાન અવસ્થામાં મળી આવતાં શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.

ગઈકાલે રાજસ્થાન પોલીસ પણ પ્રવીણ તોગડિયાની ધરપકડ કરવાં સોલા આવી પહોંચી હતી જેથી સૌપ્રથમ લોકોને લાગ્યું હતું કે રાજસ્થાન પોલીસ ધરપકડ કરીને લઇ ગઈ પરંતુ રાજસ્થાન પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તોગડિયાની ધરપકડ કરવામાં આવી નહોતી ત્યારબાદ તેઓ ક્યાં ગૂમ થયા અથવા તો કરવામાં આવ્યા તેવાં સવાલો પણ ઉપસ્થિત થયાં હતાં. ઉલ્લેખનીય છે કે ડૉ. પ્રવીણ તોગડિયાને Z+ સિક્યુરીટી મળે છે તો તેલી કડક સુરક્ષા વચ્ચે તેઓ કઈ રીતે ગૂમ થયા. પ્રવીણ તોગડિયા ગૂમ થવાનાં સમાચાર સમગ્ર રાજ્યમાં વાયુવેગે ફેલાતાં ઠેર ઠેર વિહિપનાં કાર્યકર્તાઓ રસ્તા પર આવી ગયાં હતાં. આજે સવારે ૧૧ વાગ્યે પ્રવીણ તોગડિયા પ્રેસ કોન્ફરન્સ યોજીને શું ખુલાસા કરે છે તેના પર સૌની નજર છે.