loader

Breaking News


Home > Bollywood > સોનમ કપૂર બાદ હવે હિમેશ રેશમિયાએ પણ કર્યા લગ્ન, ફોટો થયો વાયરલ


Foto

સોનમ કપૂર બાદ હવે હિમેશ રેશમિયાએ પણ કર્યા લગ્ન, ફોટો થયો વાયરલ

May 12, 2018, 11:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડમાં જાણે લગ્નની સીઝન ચાલી રહી હોય તેમ એક પછી એક લગ્ન કરી રહ્યા છે. હમણા જ સોનમ કપૂરનાં લગ્નની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. તે દરમિયાન અચાનક નેહા ધૂપિયાએ પણ સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની વાત કરતા લોકો ચોંકી ગયા હતા. આ વચ્ચે બોલિવુડનાં સ્ટાર હિમેશ રેશમિયાએ પણ લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યુ છે.




હિમેશ રેશમિયાએ પોતાના લગ્નનો ફોટો સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો. હિમેશ રેશમિયાએ તેમની ગર્લફ્રેંન્ડ સોનિયા કપૂર સાથે લગ્ન કર્યા હોવાનું જાણવા મળ્યુ છે. સોનિયા કપૂર જે ટીવીની ફેમસ એકટ્રેસ છે. તેણે ઘણી સીરીયલોમાં કામ કર્યુ છે. છેલ્લા ઘણા સમયથી તે હિમેશ રેશમિયા સાથેનાં સંબંધમાં રહીને ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ મુજબ હિમેશ અને સોનિયાએ નવી દિલ્હીનાં એક ગુરુદ્વારેમાં લગ્ન કર્યા હતા. જો કે હિમેશ રેશમિયાનાં આ બીજા લગ્ન છે.