loader

Breaking News


Home > National > ઐતિહાસિક લાલકિલ્લો દાલમિયાં ગ્રુપે ૨૫ કરોડમાં દત્તક લીધો, હવે તાજમહેલનો વારો.


Foto

ઐતિહાસિક લાલકિલ્લો દાલમિયાં ગ્રુપે ૨૫ કરોડમાં દત્તક લીધો, હવે તાજમહેલનો વારો.

April 28, 2018, 1:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દીલ્હી:કેન્દ્ર સરકારની 'અડોપ્ટ અ હેરિટેજ' યોજના હેઠળ મુગલ બાદશાહ શાહજહાંએ બનાવેલો ઐતિહાસિક લાલ કિલ્લો ડાલમિયા ગ્રુપે દત્તક લઇ લીધો છે. દેશની આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે ડાલમિયા ગ્રુપે સરકાર સાથે 25 કરોડ રૂપિયાની ડીલ કરી છે. આ રીતે ઐતિહાસિક સ્મારક દત્તક લેનાર તે ભારતનું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે. સુત્રો પ્રમાણે, ડાલમિયા ગ્રુપે આ કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે ઇન્ડિગો એરલાઇન્સ અને જીએમઆર ગ્રુપને હરાવીને જીત્યો છે.

સપ્ટેમ્બર ૨૦૧૭માં લોન્ચ કરાઈ હતી'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ :

- લાલ કિલ્લા પછી 'અડોપ્ટ અ હેરિટેજ' યોજનાં હેઠળ ટુંક સમયમાં જ તાજમહેલને દત્તક લેવાની પ્રક્રિયા પણ પૂરી કરવામાં આવશે. તાજમહેલને દત્તક લેવા માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઇટીસી અંતિમ તબક્કામાં છે.

- સરકારે સપ્ટેમ્બર 2017માં 'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ લોન્ચ કરી હતી. દેશભરના 100 ઐતિહાસિક સ્મારકો માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

- ડાલમિયા ગ્રુપ સંભવતઃ 23 મેથી કામ પણ શરૂ કરવાની પ્રક્રિયામાં લાગી જશે. જોકે, 15 ઓગસ્ટથી વડાપ્રધાનનાં ભાષણ પહેલા જૂલાઈમાં ડાલમિયા ગ્રુપને લાલકિલ્લો ફરીથી સિક્યોરિટી એજન્સીઓને આપી દેવો પડશે. ત્યારબાદ જ ગ્રુપ લાલકિલ્લાને પોતાના હાથમાં લઇ શકશે.

- ઉલ્લેખનીય કે ભારતને આઝાદી મળ્યા પછી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ત્રિરંગો લહેરાવીને આઝાદીનો જશ્ન મનાવે છે. લાલકિલ્લા પરથી વડાપ્રધાન દેશને સંબોધન કરે છે.

5 વર્ષ માટે મળ્યો છે કોન્ટ્રાક્ટ:

- લાલકિલ્લાનો કોન્ટ્રાક્ટ લઇને ડાલમિયા ભારત ગ્રુપ, ટુરિઝમ મિનિસ્ટ્રી, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની વચ્ચે 9 એપ્રિલના રોજ ડીલ થઇ. ગ્રુપે 6 મહિનામાં લાલકિલ્લામાં તમામ સુવિધાઓ આપવી પડશે.

- જેમાં પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ ફર્નિચર જેવી સુવિધાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું, 'લાલકિલ્લો અમને શરૂઆતના 5 વર્ષ માટે મળ્યો છે. કોન્ટ્રાક્ટ પછી વધારવામાં પણ આવી શકે છે. દરેક પ્રવાસી અમારા માટે એક કસ્ટમર હશે અને તેને તે જ રીતે વિકસિત કરવામાં આવશે. અમારો પ્રયત્ન હશે કે પ્રવાસીઓ અહીંયા ફક્ત એક જ વાર નહીં પરંતુ વારંવાર આવે.