loader

Breaking News


Home > Gujarat > સુરતમાં હોમગાર્ડ મહિલાઓએ કરી જાતીય શોષણની ફરિયાદ


Foto

સુરતમાં હોમગાર્ડ મહિલાઓએ કરી જાતીય શોષણની ફરિયાદ

Nov. 6, 2018, 12:32 p.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : સુરત હોમગાર્ડમાં ફરજ બજાવતી ૨૪ જેટલી મહિલાઓ શનિવારનાં રોજ પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચી હતી. ઉપરી અધિકારીઓ (ઓફિસર કમાન્ડિંગ) દ્વારા તેઓનું શારીરિક માનસિક અને જાતિય શોષણ કરતાં હોવાના આરોપ સાથે આ હોમગાર્ડ મહિલા જવાન પોલીસ કમિશનર કચેરી ખાતે ફરિયાદ કરવા પહોંચતાં મામલો ગરમાયો હતો. ખાસ કરીને સુરત સહિત રાજયનાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ હતી.



સુરત પોલીસ કમિશનરે સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ તપાસની હૈયાધારણ આપી હતી. બીજીબાજુ, પ્રદેશ કોંગ્રેસનાં પ્રવકતા ડો.મનીષ દોશીએ હોમગાર્ડની બહેનોનાં આ પ્રકારે જાતીય શોષણની ઘટનાને શરમજનક ગણાવી હતી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કે, ભાજપનાં શાસનમાં સામાન્ય મહિલાઓ તો શું પોલીસ અને સુરક્ષા એજન્સીઓની મહિલા કર્મીઓ પણ અસુરક્ષિત છે. મહિલા હોમગાર્ડએ પોલીસ કમિશનર કચેરી પહોંચીને આરોપ લગાવ્યાં હતા કે, ઉપરી અધિકારીઓ દ્વારા તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. માનસિક શોષણ કરવાની સાથે સાથે તેમને ઘરકામ માટે અધિકારીઓ બોલાવી તેના ઘરના કામો પણ કરાવાઇ રહ્યા છે. ઓફિસર કમાન્ડિંગ દ્વારા હોમગાડ્‌ર્સ બહેનોને ખોટી રીતે શારીરિક સ્પર્શ કરવામાં આવતો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.